Top News

યુક્રેનમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીનું મોત, જમવાનું લેવા નીકળતા ગોળી વાગી

નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. યુક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી રહી છે. જે દરમિયાન રશિયાના ગોળીબારમાં આ વિદ્યાર્થીનું મોત થયું છે. નવીન શેખરઅપ્પા નામનો વિદ્યાર્થી કર્ણાટકનો હોવાનું જાણવા મળ્યું છે.

વિદેશ મંત્રાલયે જાણકારી આપી કે, યુક્રેનના ખાર્કિવમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું- અમે જણાવી રહ્યાં છીએ કે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો તે ખૂબ જ દુઃખદ છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લાવવા માટે ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં તમામ ભારતીયોને સહી સલામત વતન પરત લાવવાનું મિશન હતું. પરંતુ આ મિશન વચ્ચે જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

હાલમાં આ વિદ્યાર્થીના પરિવારજનો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે વાતચીત કરી રહ્યું છે. ભારતીય વિદ્યાર્થીના મોત પર ભારત સરકાર ગંભીર છે. ભારતીય રાજદુતે રશિયા અને યુક્રેના સચિવ સાથે વાત કરી છે. હાલમાં ખારકીવ અને અન્ય શહેરોમાં ઘણા વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાથી ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને જવા માટે સલામત માર્ગ આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

મળતી માહિતી પ્રમાણે કર્ણાટકનો રહેવાસી નવીન ગવર્નર હાઉસ પાસે અન્ય કેટલાક લોકો સાથે ખાવા માટેની ચીજ-વસ્તુ લેવા માટે સ્ટોર પાસે ઊભો હતો, તે જ સમયે તે રશિયાના સૈનિકોના ગોળીબારની ઝપેટમાં આવી ગયો હતો.

વિદ્યાર્થીનાં મોત પર શોક
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીના મોત મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતના સમાચાર મળ્યા છે. તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું સરકારે વ્યૂહાત્મક યોજના બનાવવી જોઈએ, દરેક મિનિટ કિંમતી છે.

કર્ણાટકના સીએમ બોમ્મઈએ નવીનના પરિવાર સાથે વાત કરી અને દુખ વ્યક્ત કર્યું હતુ. નવીનના પરિવારને તેઓએ વિશ્વાસ આપતા જણાવ્યું હતુ કે સરકાર નવીનના મૃતદેહને પરત લાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. મંત્રાલયે કહ્યું કે અમે આ દુ:ખદ ઘટના અંગે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. એટલું જ નહીં, તેમણે કહ્યું કે વિદેશ સચિવ તરફથી રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે વાત કરવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રશિયાની સેના યુક્રનમાં આકાશમાંથી મિસાઇલ તો જ્યારે બીજી તરફ યુક્રેનનાં મોટા શહેરેમાં તોપના ગોળા વરસાવી રહી છે. રશિયાની સેનાના આક્રમક હુમલાથી કિવ-ખાર્કિવ ધ્રુજી ઊઠ્યું છે. રશિયન સેનાએ યુક્રેનનાં કેટલાક શહેરોને ઘેરી પણ લીધા છે. તેમાં ખેરસન શહેરનો પણ સમાવેશ થાય છે. ખેરસન શહેરના મેયર, ઇગોર કોલયખાયેવે દાવો કર્યો છે કે રશિયન સૈન્યએ શહેરને બ્લોક કરી દીધું છે. મતલબ કે હવે કોઈ પણ વ્યક્તિ શહેરમાં અંદર કે બહાર જઈ શકશે નહીં.

કિવમાં આજે રાત્રે યુક્રેન પર સૌથી મોટો હુમલા હોઈ શકે છે. કિવ રશિયન સૈનિકોથી ઘેરાયેલું છે. ગમે ત્યારે તેઓ કિવને પોતાના કબજામાં લઇ શકે છે. જે પ્રકારે ભારતીય દૂતાવાસે પણ પોતાના નાગરિકોને એલર્ટ કરી દીધા છે. અને કિવે પણ સ્પષ્ટ કર્યું છે કે લોકો બહાર જાય, નહી તો આગળની સ્થિતિ માટે રશિયા કે યુક્રેન કોઈ જવાબદાર થશે નહી.

Most Popular

To Top