Gujarat Main

ઓપરેશન ગંગા હેઠળ ગુજરાતના 50 વિદ્યાર્થીઓને પરત લવાયા…

ગાંધીનગર: યુક્રેનમાં (Ukraine) ફયાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓને રેસ્કયુ (Rescue ) ફલાઈટ મારફતે સહી-સલામત રીતે આજે વહેલી સવારે 4 વાગ્યે નવી દિલ્હી (Delhi) આવી પહોંચ્યા છે. 32 ગુજરાતી (Gujarati) વિદ્યાર્થીઓને ગુજરાત ભવન ખાતે લઇ જવાયા છે. તેમને વોલ્વ બસ મારફતે ગુજરાત રવાના કરવામાં આવશે અને ત્યાર બાદ તેમને વતન પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

યુક્રેન રશિયા યુદ્ધ વચ્ચે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયાછે. કેન્દ્રીય અને રાજ્ય સરકારે 4 સ્પેશિય પ્લેન મારફતે વિદ્યાર્થીઓનો ભારત પરત લાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ આખરે ભારત પહોંચીને રાહતનો શ્વાસ લીધો હતો. જેમાં ગઈકાલે સાંજે પ્રથમ બે ફલાઈટમાં વિદ્યાર્થીઓ હેમખેમ ભારત પરત ફર્યા હતા. મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર ગુજરાત સરકાર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતના વિદ્યાર્થી હેમખેમ પોતાના વતન પરત ફર્તા ભાવુક થયા હતા.

2 ફ્લાઈટમાં વિદ્યાર્થીઓ દિલ્લી અને મુંબઈ સુધી આવી પહોંચ્યા હતા. મુંબઈ અને દિલ્હીથી વિદ્યાર્થીઓ બસ દ્વારા ગુજરાત પહેંચ્યા હતા. પોતાના વતન પરત ફર્તા વિદ્યાર્થીઓ ભાવુક થઈ ગયા હતા સાથે જ તેમના પરિવારના સભ્યો પણ ભાવુક થઈને રડી પડ્યા હતા. યુક્રેનથી પરત આવી રહેલા વિદ્યાર્થીઓમાં ગુજરાતના કુલ 50 વિદ્યાર્થીઓ છે. જેમાં સુરતના 6, વડોદરાના 18, વલસાડના 3, અમદાાદના 5, રાજકોટના 6 અને અન્ય વિદ્યાર્થીઓ ભાવનગર તથા અમરેલી જિલ્લાના છે. 

પરિવારને મળતા જ વિદ્યાર્થી થયા ભાવુક
યુક્રેન ખાતે ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા પરત ભારત લાવવામાં આવી રહ્યા છે. ગત રોજ મુંબઈ અને દિલ્હી ખાતે વિમાનમાં ભારતના વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા. જેમાં ગુજરાતના પણ 50 જેટલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા બસ મારફતે પોતાના વતન પરત ફર્યા હતા. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે રહેતો વિદ્યાર્થી કૃણાલ નગીનભાઈ જાદવ પણ પરત આવ્યો છે. વિદ્યાર્થીને લેેવા આવેલા તેના પરિજનો ભાવુક થઈ ગયા હતા. કૃણાલે યુક્રેનની ગંભીર પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું. સાથે જ હજી કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા હોવાથી તેણે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓને પણ ભારત વહેલી તકે પરત લાવવામાં આવે એવી લાગણી કુણાલે વ્યક્ત કરી હતી. 

યુક્રેનમાં ફસાયેલા ભારતીયને પરત લાવવા માટે એર ઈન્ડિયાના 4 પ્લેન ભારતથી રવાના કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય રેસ્ક્યૂ ટીમ રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી ગઈ હતી, જ્યાંથી યુક્રેનની રાજધાની કીવનું અંતર ફક્ત 12 કલાક હતું. આ ભારતીય રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને વિમાન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ત્યાર બાદ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર પણ વિદ્યાર્થીઓ માટે પરત પોતાના વતન જવાની વ્યવસ્થા રાજ્ય સરકારે કરાઈ હતી. પ્રથમ બેચના 50 ગુજરાતી વિદ્યાર્થીઓ પરત પોતના વતન ફર્તા લાગણીશીલ થઈ ગયા હતા.  

Most Popular

To Top