આણંદ : આણંદના ગામડી ગામે રહેતા રતિલાલ મેકવાનની દિકરી નિર્મલાબહેનના લગ્ન સૂર્યા સ્ટ્રીટ ખાતે રહેતા કુંદન સ્તેફાનભાઈ મેકવાન સાથે થયાં હતાં. જોકે, લગ્ન બાદ સાસરિમાં તેમને સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ લગ્ન જીવનમાં તેમને એક પુત્ર અને એક પુત્રીનો જન્મ પણ થયો હતો. નિર્લમાબહેન 2010માં રોજગાર અર્થે ઇઝરાઇલ ગયાં હતાં. જેના માટે લોન લીધી હતી. જોકે, ઇઝરાયલ પહોંચ્યા બાદ તેઓએ તેમની કમાણીમાંથી બેન્કના હપ્તા ભરતા હતાં. આ ઉપરાંત ઘર ખર્ચ અને બાળકોના અભ્યાસ માટે નામાં મોકલતાં હતાં. 2012માં નિર્મલાબહેન પરત ભારત આવ્યાં ત્યારે ઝઘડો કર્યો હતો અને પરત કેમ આવી છો? ઘરમાં દેવું થઇ ગયું છે ? કોણ ભરપાઇ કરશે ? આ પ્રશ્ન સાંભળી તેઓ ડઘાઇ ગયાં હતાં.
જોકે, થોડો સમય રહ્યા બાદ તેઓ પરત ઇઝરાઇલ ગયાં હતાં. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, પતિ કુંદન મેકવાન છેલ્લા કેટલાક સમયથી સ્વીટી નામની યુવતીના પ્રેમમાં છે. આ અંગે કુંદનને ટેલીફોનિક સંપર્ક સાધી વાતચીત કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને અપમાન કર્યું હતું. બાદમાં 2015માં પરત ભારત આવી તપાસ કરતાં કુંદનના મોબાઇલમાંથી સ્વીટી સાથેના અશ્લીલ ફોટોગ્રાફ્સ મળી આવ્યાં હતાં. આ ઉપરાંત કુંદન અને સ્વીટીએ ફેમીલી કોર્ટમા દાવો દાખલ કરતાં નિર્મલાબહેનને નોટીસ બજવતા ભારત આવવું પડ્યું હતું. આ બાબતે પણ પતિને સમજાવતા તેણે ગુસ્સામાં ઝઘડો કરી નિર્મલાબહેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુક્યાં હતાં.આ અંગે મહિલા પોલીસે કુંદન સ્તેફાન મેકવાન અને સ્વીટી સામે ગુનો નોંધ્યો હતો. નિર્મલાબહેને ફરિયાદમાં જણાવ્યું હતું, પતિ કુંદન અને સ્વીટી લીવ એન્ડ રીલેશનશીપમાં કરાર કરીને રહે છે. બન્નેના સહવાસથી 18મી જાન્યુઆરી, 22ના રોજ એક બાળકીનો જન્મ પણ થયો છે.