Charchapatra

રમતક્ષેત્રે પ્રદાન કરનારી મહિલાઓને ડિફેન્સક્ષેત્રે તક આપો

અણુ વિજ્ઞાની, મર્હુમ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સાહેબનું જાણીતું વિધાન છે કે સફળતા મેળવવા જીવનમાં મુશ્કેલી અનિવાર્ય છે. તેને પ્રાથમિક શાળાની સૂરતની ૧૩ વર્ષીય બાળા રબર ગર્લ અન્સી કે જે જન્મજાત અનેક બિમારી સામે ઝઝુમી રહી અનેક માન અકરાતો મેળવ્યા છે તેમાં વધુ એક મોરપિંછ ઉમેરાયુ છે. તાજેતરમાં દેશના વડાપ્રધાને કુલ ૧૯ બાળકોને વિધવિધ રમતો – તેજસ્વીતા માટે પ્રશસ્તીપત્ર, રૂા. એક લાખનો પુરસ્કાર મેળવ્યા તેમાં  તન્વીએ સંસ્કાર – કલાપ્રિય નગરી, નર્મદ નગરીમાં વધુ એક પીછું ઉમેર્યું છે. એની ઇચ્છા છે કે વડાપ્રધાન સાથે એક જ મંચ પર યોગા અને સૂર્યનમસ્કાર કરવાની તક મળે. આપણે એની ઇચ્છાપૂર્ણ થાય એવું ઇચ્છીએ. પંજાબના જાલંધર શહેરની પલક કોહલી પણ વિકલાંગ હોવા છતાં પેરા બેડમિન્ટલ ખેલાડી બની નામના મેળવી છે. અરે, સુરતના શ્રીમતી બકુલાબેન પટેલે ૬૦ વર્ષ પછી તરણ સ્પર્ધાઓ રમતોમાં ભાગ લઇ અનેક માન અકરામો મેળવ્યા છે. સામાન્ય રીતે ૬૦ વર્ષ એટલે નિવૃત્તિની વય. પણ બકુલાબેને પાછુ વળીને કદી જોયું નથી. જેમ તાજેતરમાં લાંબી લડત બાદ મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશનો માર્ગ (સુપ્રિમ કોર્ટ દ્વારા) મળ્યો છે. ને સરકારનું  વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. મહિલાઓની (ડિફેન્સ)ની બેઠકોમાં વધારો કરવો જ રહ્યો.  દેશના સંરક્ષણક્ષેત્રમાં અનોખું યોગદાન આપવા મહિલાઓ સક્ષમ છે. પુરુષોની જેમ જ સમાનતા હોવી જરૂરી છે. એ બંધારણે બક્ષેલો અધિકાર છે. આપણે આ દિકરી – બેનને અભિનંદન પાઠવીએ.
સુરત     -રમિલા બળદેવભાઇ પરમાર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top