અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ચૂંટણી આવતા જ પાર્ટીમાં પક્ષપલટો જોવા મળે છે. રાજ્યમાં એક પછી એક કોંગ્રેસ નેતા (Congress) ભાજપમાં (BJP) જોડાઈ રહ્યા છે. પૂર્વ કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર (Jayrajsinh Parmar) કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો હતો. તો વળી આજે કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ (Dinesh Sharma) પણ રાજીનામું (Resignation) આપી દીધું છે. તેથી ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. રાજીનામું આપ્યા બાદ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં અત્યારે એજન્સી પ્રથા છે. કોંગ્રેસમાં કાર્યપ્રણાલી, નિર્ણય શક્તિનો અભાવ છે.
30 વર્ષથી નવા કાર્યકરને આગળ વધવા દીધા નથી
કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કાર્યપ્રણાલી અને નિર્યણ લેવાની શક્તિમાં અભાવ છે. હું નવી દિશા અને નવા માર્ગ તરફ આગળ વધી રહ્યો છું. કોંગેસ 30 વર્ષથી નવા કાર્યકરોને આગળ વધવા દેતી નથી અને બે ધારાસભ્યના લીધા પાર્ટીમાં સતત વિવાદ થઈ રહ્યો છે. તેમણે કહ્યું તે તેઓ સતત અવગણનાના લીધે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી હરાવવા બીજી જગ્યાએ ટિકીટ આપી હતી. કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાં અત્યારે એજન્સી પ્રથા ચાલે છે.
ગુજરાત કોંગ્રેસમાં હાલ 9 રત્ન
દિનેશ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસમાં હાલમાં 9 રત્ન છે. જેમાંથી જગદીશ ઠાકોર અવે હિંમત પટેલ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે અહેમદ પટેના આ 9 રત્નોને હટાવવા જરૂરી છે. તેમણે રાહુલ ગાંધી પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી કેમ કોઈ નેતાને મળતાં નથી. તેમણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કાર્યકરોને ગુલામ બનાવ્યા છે.
ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. જયરાજસિહં પરમાર બાદ આજે અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપ્યું હતું. એક અહેવાલ અનુસાર દિનેશ શર્મા ભાજપમાં જોડાઈ શકે છે. દિનેશ શર્મા બાદ અમદાવાદ કોર્પોરેશનના કેટલાક કોંગી નેતાઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દિનેશ શર્મા બે દિવસ પહેલા જ કોંગ્રેસ પાર્ટી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.