Top News

મેક્સિકોમાં આકાશમાંથી એકાએક પક્ષીઓનું ટોળું વરસાદની જેમ જમીન પર પડ્યું અને નિર્દોષ મોતને ભેટ્યા

મેક્સિકોમાં (Maxico) સેંકડો પીળા માથાવાળા બ્લેકબર્ડ્સ (BlackBirds) આકાશમાંથી (Sky) પડતા દેખાતા હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક પક્ષીઓ જમીન પર પડતાં જ મોતને ભેટે છે. આ ઘટના ઉત્તરી મેક્સીકન શહેર કુઆઉટેમોકની છે. જ્યાં રહસ્યમય સંજોગોમાં આકાશમાંથી પક્ષીઓનું એક મોટું ઝૂંડ અચાનક જમીન પર પડે છે. જમીન પર પડતા કેટલાક પક્ષીઓ મૃત્યુ પામે છે. સ્થાનિક અહેવાલો અનુસાર આ ઘટના 7 ફેબ્રુઆરીના રોજ સવારે બની હતી. મળતી માહિતી મુજબ યુ.એસ. અને કેનેડામાં પક્ષીઓ પ્રજનન માટે વધુ ઉત્તર તરફ મેક્સિકોમાં અને શિયાળામાં દક્ષિણ તરફ સ્થળાંતર કરે છે. આજ પક્ષીઓમાંનું એક ટોળું આકાશમાંથી પડ્યું હોવાની માહિતી મળી છે. જણાવી દઈએ કે ટ્વિટર પર 14 લાખથી વધુ વખત આ વીડિયો (Video) જોવાયો છે. અનેક લોકોએ આ ઘટનાને લઈને પોલ્યૂશન, 5G ટેક્નોલોજી અને વીજળીના તારને જવાબદાર ગણાવ્યાં છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈ પક્ષી પ્રેમીઓ પોતાની વેદના ઠાલવી રહ્યા છે.

એક પશુચિકિત્સકે પ્રથમ આ ઘટનાની જાણ કરી હતી. તેમણે કહ્યું કે, આ ઘટના માટે ઉચ્ચ સ્તરનું પ્રદૂષણ જવાબદાર હોઈ શકે છે. એવું પ્રદૂષણ જે ઠંડા વિસ્તારમાં લાકડાને બાળી નાખતા હીટર, એગ્રોકેમિકલ્સ વગેરેથી ફેલાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ પક્ષીઓને પાવર લાઇન પર આરામ કરતી વખતે વીજ કરંટ લાગ્યો હોય શકે. સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી હતી કે તે 5G ટેક્નોલોજીને કારણે થઈ શકે છે. પરંતુ મૃત્યુનું કારણ હજુ અસ્પષ્ટ છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોઈ શિકારી પક્ષી આ પક્ષીઓને પકડવા માટે આવ્યું હોય અને પક્ષીઓ નીચે ઝૂકી જતાં ટોળું ઉપરથી નીચે પડ્યું હોય.
સિક્યોરિટી કેમેરાના ફૂટેજમાં યાયાવર પક્ષીઓનું ટોળું કાળા ધુમાડાના વાદળની જેમ ઘરો તરફ ઊતરતું જોવા મળે છે. મોટા ભાગના પક્ષીઓ ફરીથી આકાશ તરફ ઉડી જાય છે પરંતુ પછીના ફૂટેજમાં શહેરના રસ્તાઓ પર વિખરાયેલા વિશિષ્ટ કાળા અને પીળા પક્ષીઓના મૃતદેહ જોવા મળે છે.

યુકે સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ હાઇડ્રોલોજીના ઇકોલોજિસ્ટ ડો. રિચાર્ડ બ્રાઉટનએ જણાવ્યું હતું કે, જો કે તેઓ ફૂટેજમાં રેપ્ટર(એક જાતનું શિકારી પક્ષી)ને જોઈ શક્યા ન હતા, તેમ છતાં તેમને 99% ખાતરી હતી કે તે શિકારી પક્ષી દ્વારા થયું હતું. એક શિકારી પક્ષી અન્ય પક્ષીઓને ચુસ્તપણે ઘૂમરાતો કરી શકે છે અને તેમને જમીન તરફ લઈ જઈ શકે છે. ઉચ્ચ પક્ષીઓ નીચેના પક્ષીઓને ઇમારતો અથવા જમીન સાથે અથડાવા માટે દબાણ કરે છે.
આ એવું લાગે છે કે પેરેગ્રીન અથવા હોક જેવો રેપ્ટર ટોળાનો પીછો કરી રહ્યા હોય અને ટોળાને નીચે તરફ દબાણ કરવામાં આવ્યું હોવાથી તેઓ પડી ગયા હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ શરૂઆતમાં એક તરંગની જેમ કાર્ય કરે છે, જાણે કે તેઓ ઉપરથી ફ્લશ થઈ રહ્યા હોય. જોકે આ ઘટનામાં પક્ષીઓના મૃત્યુનું રહસ્ય હજી પણ જળવાઇ રહ્યું છે.

Most Popular

To Top