Charchapatra

લતાજી: સ્વર-લોકમાંથી, સ્વર્ગલોકમાં પ્રયાણ

ભારતરત્ન, સ્વરકિન્નરી લતા મંગેશકરજીએ આ ફાની દુનિયામાંથી અલવિદા લીધી તે દેશભર માટે દુખદ ઘટના છે. આઠ દાયકાની જીવન સફર તેમણે ગીત-સંગીતના સ્વરલોક સાથે ગુજારી હજારો અનમોલ ગીતો ગાયાં છે. જે આજે પણ કર્ણપ્રિય છે. કવિ શાયર જાવેદ અખ્તર કહે છે, આપણી પાસે ચાંદ એક છે, સુરજ એક છે તેમ લતાજી પણ એક હતાં, પરંતુ હવે હયાત નથી. લતાજીનો ખાલીપો કદી પુરાય તેમ નથી. નવાઇની વાત એ છે કે દેશમાં કોરોનાનાં મૃતક પરિવારોની સહાય માટે તેમણે કેન્દ્ર સરકારને રૂા. 25 લાખનો ફાળો આપ્યો હતો, તે જ કોરોના લતાજીને ભરખી ગયો. આ તે કેવી કુદરતની લીલા, લતાજી સ્વરલોકમાંથી સ્વર્ગલોકમાં ગયાં છે, પંચ મહાભૂતમાં વિલીન થયાં છે. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું. લતાજી જેવી મહાન હસ્તી માટે કહી શકાય ‘બુઝ ગયા ચિરાગ મગર રોશની તો રહ ગઇ, ચલ બસી વો જિંદગી મગર યાદ ઉનકી રહ ગઇ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top