સુરતઃ (Surat) કોટ વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોનમાં (Central ZOne) વર્ષો જૂની પાણી (Water) અને ગટરની લાઇનો બદલી નેટવર્કનું સંપુર્ણ નવિનીકરણ થઇ રહ્યું છે. ત્યારે અગાઉ રાજમાર્ગ અને મુગલીસરાયવાળા રસ્તા બાદ હવે સલાબતપુરા મોટી બેગમવાડીના ત્રણ રસ્તાઓ પર કામ ચાલુ થયું હોય રિંગરોડને (Ring Road) લાગુ તેમજ કાપડ માર્કેટનો ટ્રાફિક ધરાવતા આ રસ્તાઓ 40 દિવસ માટે એટલે કે 20મી માર્ચ 2022 સુધી તબક્કાવાર બંધ રાખી કામ કરવાનું આયોજન કરાયું છે. રસ્તાઓ બંધ (Road Closed) કરવાને કારણે ભારે હાલાકી ઊભી થવાની સંભાવના છે.
- કોટ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નહી હોવાથી તબક્કાવાર રસ્તાઓ બંધ કરવામાં આવશે
- આ કામ 40 દિવસ સુધી એટલે કે 20મી માર્ચ-2022 સુધી ચાલશે. તે દરમિયાન આ રસ્તાઓ તબક્કાવાર વાહન વ્યવહાર માટે સંપુર્ણ બંધ રહેશે.
આ કામગીરી અંતર્ગત સલાબતપુરાથી સિન્ડીકેટ સમોસા ચાર રસ્તાથી કાલુપુર બેંક તરફના માર્ગ પર સિટિઝન કાપડ માર્કેટને જોડતી ત્રણ ગલીઓમાં અને કાલુપુર બેંકથી તિરૂપતિ અને રોહિત ટેક્સ્ટાઇલ માર્કેટથી રિંગરોડને કનેક્ટેડ માર્ગ પર વર્ષો જૂની 150 એમએમ વ્યાસની હયાત ડ્રેનેજ લાઇની ક્ષમતા વધારી 250 એમએમની લાઇનો બદલવાની કામગીરી શુક્રવારથી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં છેલ્લે એનટીએમ માર્કેટ નજીકથી વણકર માર્કેટ અને નવાબની વાડી મેઇન રોડ સુધી જોડાણ આપવાની કામગીરી થશે.
આ કામ 40 દિવસ સુધી એટલે કે 20મી માર્ચ-2022 સુધી ચાલશે. તે દરમિયાન આ રસ્તાઓ તબક્કાવાર વાહન વ્યવહાર માટે સંપુર્ણ બંધ રહેશે. આ રસ્તા સાંકડા હોવાથી માટે કોઇ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા થઇ શકી નથી. તેથી જેમ-જેમ કામ આગળ વધશે તેમ તેમ આંશિક અવર-જવર માટે ચાલુ કરાશે. તેમજ 40 દિવસની કામગીરી દરમ્યાન માર્કેટની પાછળના રોડનો જ ઉપયોગ કરવા વેપારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
કયો રસ્તો કયારે બંધ રહેશે
- સલાબતપુરાની કાલુપુર બેંક બ્રાંચથી સિટિઝન ટેક્સ્ટાઇલ માર્કેટ તરફ જતા માર્ગ ઉપર અને આગળ જઇ ડેડ એન્ડ ત્રણ ગલીઓમાં 50 મીટરના રોડ પર 20મી ફેબ્રુઆરી સુધી કામ ચાલશે તેથી આ રસ્તો બંધ રહેશે
- ત્યાર બાદ પાંચ માર્ચ સુધી મોટી બેગમવાડીની કાલુપુર બેંકથી તિરૂપતિ અને રોહિત ટેક્સ્ટાઇલ માર્કેટ થઇ રિંગરોડ સુધીના માર્ગ પર ડ્રેનેજ લાઇન બદલવામાં આવશે તેથી રસ્તો બંધ રહેશે.
- ત્રીજા તબક્કામાં લગભગ 6 માર્ચથી નવાબની વાડી મેઇન રોડથી NTM માર્કેટ અને વણકર માર્કેટ સુધીના સિંગલ રસ્તા ઉપર કામ ચાલશે. તેથી 20મી માર્ચ સુધી આ રસ્તો બંધ રહેશે.
- આ સમય દરમિયાન ન્યુ રતન ટેક્સ્ટાઇલ માર્કેટથી મનિષ માર્કેટ અને પદ્માવતી માર્કેટના પાછળના ભાગમાંથી પસાર થતો માર્ગ પણ બંધ રહેશે.
ડ્રેનેજ લાઈનની કામગીરી દરમ્યાન બિસ્માર ચણતરની વરસાદી ગટર રીપેર કરો: ઈકબાલ પટેલ
સુરત: મનપાના ડ્રેનેજ વિભાગ દ્રારા ગયા માર્ચ મહિના પહેલાં નાનપુરા બડેખા ચકલા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી દરમ્યાન ફસલ્લી મસ્જીદ, આ ચામડીયાની ચાલ, પખાલીવાડ ચાર રસ્તા પાસે, પશુ દવાખાના પાસે આવેલ વરસાદી પાણીના નિકાલની ગટર તુટી ગઈ હોય અને બિસ્માર થઈ ગયેલ હોય તેને સમારકામ અથવા પાઈપ નાખી વરસાદી પાણીના નિકાલ કરવા તા.૧૯/૦૩/૨૦૧૧ તથા તા.૧૬/૧૦/૨૦૨૧ આપશ્રીને તથા સેન્ટ્રલ ઝોનમાં રજૂઆત છતાં આ સમસ્યાનો નિકાલ કરવામાં ન આવતા પૂર્વ મ્યુનિ.કોર્પોરેટર ઈકબાલ પટેલની આગેવાનીમાં તા.૧૦/૦૨/૨૦૧૨ ના રોજ મ્યુનિ.કમિ.ને રજૂઆત કરવામાં આવી હતી.