તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૫ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે મુસાફરો નહીં મળવાને કારણે તેજસ ટ્રેન હવે સપ્તાહમાં પાંચ દિવસ જ ચાલશે. આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ જેવા મેટ્રોપોલિટન સીટીને ટાર્ગેટ રાખીને શરૂ કરવામાં આવી હતી.તેજસ ટ્રેનના જે હાલ થયા છે તે જ હાલ બુલેટ ટ્રેન અને સુરતની મેટ્રો ટ્રેનના થવાના છે કારણ બુલેટ ટ્રેન પણ સુરત અને અમદાવાદ વચ્ચે જ દોડવાની છે. જ્યાં સુધી સુરતની મેટ્રો ટ્રેનને લાગેવળગે છે ત્યાં સુધી સુરતની પ્રજાને મેટ્રો ટ્રેન શરૂ થયા પછી પણ રિક્ષા જ વધારે માફક આવશે કારણકે રિક્ષામાં જ્યાંથી બેસવું હોય ત્યાંથી જ્યાં ઉતરવું હોય ત્યાં સુધી જઈ શકાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં તમારે મેટ્રો ટ્રેનમાંથી ઉતરીને જ્યાં જવું હોય ત્યાં સુધી પાછી રિક્ષા જ કરવી પડે અને તેમ કરવામાં સમય બગડે તે જુદો. આ ઉપરાંત કામ શરૂ થયા પછી નિયત સમયમર્યાદામાં પૂરું ન થાય તો પ્રોજેક્ટ કોસ્ટ વધે અને બુલેટ ટ્રેન માટે જે ગતિએ કામ ચાલી રહ્યું છે તે જોતાં પ્રોજેકટ કોસ્ટમાં ત્રણથી ચાર ગણો વધારો થવાની શક્યતા છે. મતલબ બંને પ્રોજેક્ટ સરવાળે ધોળા હાથી સાબિત થવાના છે. ટૂંકમાં જે હાલ તેજસ ટ્રેનના થયા છે તેવા જ હાલ બુલેટ ટ્રેન અને સુરત મેટ્રો ટ્રેનના થવાના છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આ જ હાલ થવાના છે
By
Posted on