SURAT

સુરત પુણા પોલીસે ચાર્જશીટ જ રજૂ નહીં કરતા આરોપીએ 133 દિવસ જેલમાં રહેવાનો વારો આવ્યો

સુરત: (Surat) પુણા પોલીસે છેતરપિંડીના આરોપીના કેસમાં 60 દિવસ પછી પણ ચાર્જશીટ (Chargesheet) નહીં કરતા આરોપીને 133 દિવસથી સબજેલમાં રહેવાનો વારો આવ્યો હતો. આરોપીના વકીલે કોર્ટ સમક્ષ ડિફોલ્ટ જામીન માટેની અરજી કરતા કોર્ટે (Court) મંજુરી આપી હતી. પૂણા પોલીસ સામે પહેલેથીજ ગેરરિતીના સંખ્યાબંધ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમાં સ્થાનિક અધિકારીઓને કોણ રક્ષણ આપી રહ્યુ છે તેની સામે પ્રશ્નાર્થ છે.

  • કોર્ટએ પો.કમિ.ને આ કેસના તપાસ અધિકારી પીએસઆઈ ડીડી રોહીત સામે પગલા ભરવા આદેશ કર્યો
  • નિયમ મુજબ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ 60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે, પરંતુ તેમ કરાયું નહીં
  • પૂણા પોલીસ સામે પહેલેથી જ ગેરરિતીના સંખ્યાબંધ આક્ષેપો, સ્થાનિક અધિકારીઓને કોણ રક્ષણ આપી રહ્યુ છે તેની સામે પ્રશ્નાર્થ
  • મિતુલે વકીલ અમરીશ આહીર મારફતે ડિફોલ્ટ જામીન અરજી કરી હતી જે મંજૂર કરવામાં આવી

પુણા પોલીસ સ્ટેશનમાં મીતુલ પ્રભુદાસ સાગર (પટેલ) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ પીએસઆઈ ડીડી રોહીત દ્વારા કરવામાં આવી હતી. મીતુલ પટેલે તેમના વકીલ મારફતે કોર્ટમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૬૭(૨) અન્વયે ડીફોલ્ટ જામીન ઉપર મુકત કરવાની અરજી કરી હતી. જે અરજી કોર્ટે મંજુર કરી હતી. આરોપીને પીએસઆઈએ 22 સપ્ટેમ્બર 2021 માં કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારથી આરોપી લાજપોર જેલ ખાતે જયુડીસ્યલ કસ્ટડીમાં હતો. 133 દિવસથી આરોપી જેલમાં છે. જ્યારે તપાસ અધિકારીએ 60 દિવસમાં ચાર્જસીટ કરવાની હોય છે. જેને કારણે કોર્ટે ડીફોલ્ટ જામીન મેળવવા અંગેની અરજી મંજુ૨ કરી હતી. આ સમગ્ર ઘટનામાં કોર્ટે પોલીસ કમિશનરને તપાસ અધિકારી સામે નીયમ મુજબ પગલા ભરવા હુકમ કર્યો છે.

કેસ શું હતો..?
ડિફોલ્ટ બેઇલ ઉપર જામીન મુક્ત થયેલા આરોપી મીતુલ પ્રભુદાસ સાગર તેમજ તેની સાથે પ્રવિણ નામના ઇસમે અંદાજીત 46 લાખની કાપડની ઠગાઇ કરી હતી. જે અંગે પુણા પોલીસમાં 2018માં જ ગુનો દાખલ કરવામાં આવ્યો ન હતો. આ મામલે પોલીસે મિતુલની ધરપકડ કરી હતી પરંતુ તેની સામે ચાર્જશીટ દાખલ કરી ન હતી. આખરે મિતુલે વકીલ અમરીશ આહીર મારફતે ડિફોલ્ટ જામીન અરજી કરી હતી જે મંજૂર કરવામાં આવી હતી.

Most Popular

To Top