આ છે કળયુગની યશોદા: જે બાળકની સંભાળ લેવા પગાર લેતી હતી તે જ બાળકને માર મારી કર્યો આવો હાલ

સુરત: (Surat) પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા પ્રોફેસરના બાળકને (Child) સાર સંભાળ લેવા આવતી મહિલાએ (Care taker) બે ત્રણ તમાચા મારી બાળકનું માથું દીવાલ સાથે ભટકાવતા બાળકને બ્રેઈન હેમરેજ (Brain hemorrhage)થઈ ગયું હતું. ઈજાગ્રસ્ત હાલતમાં બાળકને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાયા બાદ મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

  • આઠ મહિનાના બાળકને આયાબાઈ એ તમાચો મારીને માથું ભટકાવતા બ્રેઈન હેમરેજ થઈ ગયું
  • મહિલા જે બાળકની સંભાળ લેવા માટે પગાર લેતી હતી તે જ બાળકને માર મારીને બેભાન કરી દેવાયો
  • બાળકને ગંભીર ઈજા થતાં મહિલા સામે ગુનો દાખલ કરાયો

પ્રાપ્ત વિગતો મુજબ રાંદેર પાલનપુર પાટિયા પાસે જલારામ જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા નિતેશભાઇ પટેલ પીટી શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમની પત્ની પણ પ્રોફેસર છે, તેઓને બે જોડિયા બાળકો છે જેમની હાલમાં આઠ મહિનાની ઉંમર છે. પતિ-પત્ની બંને નોકરી કરતાં હોવાથી તેઓએ બાળકોની સારસંભાળ માટે કોમલ રવિભાઈ કામલેકર નામની મહિલાને નોકરી ઉપર રાખી હતી. શુક્રવારે સવારના સમયે એક બાળક ખુબ જ રડી રહ્યું હતું અને તોફાન કરતો હતો ત્યારે કોમલે બાળકને સાચવવાની જગ્યાએ ઉશ્કેરાઈ જઈને બાળકને માર માર્યો હતો, શુરૂઆતમાં ત્રણ ચાર તમાચા મારીને બાળકનું માથું દીવાલ સાથે ભટકાયું હતું. જેમાં બાળકને માથામાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકને બ્રેઇન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું, ડોક્ટરે બાળકને વેન્ટીલેટર ઉપર રાખીને સારવાર શરૂ કરી હતી. આ મામલે કોમલ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી કોમલની ધરપકડ કરી હતી.

કેવી રીતે ઘટના બહાર આવી
કોમલ બાળકને માર મારીને બાળક બેભાન થઇ જતાં તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આ સાથે જ નીતેશભાઈ અને તેમની પત્નીને પણ જાણ કરી દીધી હતી, પરિવાર હોસ્પિટલમાં આવ્યો ત્યારે બાળકને બ્રેઈન હેમરેજ થયું હોવાની ખબર પડી હતી. બીજી તરફ ઘરમાં શું થઈ રહ્યું છે તેની જાણકારી માટે નીતેષભાઈએ છુપા સીસીટીવી કેમેરા મુક્યા હતા. આ કેમેરા ચેક કરવામાં આવતા કોમલે જ બાળકને માર મારતી હોવાનું ધ્યાન પર આવતાં આખરે કોમલ ની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

Most Popular

To Top