વડોદરા : શહેરમાં કોરોનાની ગતિ મંદ પડી છે.કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતમાં ધીમે ધીમે કોરોના સંક્રમિત વ્યક્તિઓનો આંક વધવા માંડ્યો હતો.હાલ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટવા માંડ્યા છે.સોમવારે કોરોના પોઝિટિવના નવા 1039 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.પાલિકા દ્વારા જારી કરાયેલ કોવિડ બુલેટિનમાં અત્યાર સુધીમાં સત્તાવાર 650 લોકો કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
વડોદરા શહેરમાં કોરોનાએ પુનઃ હાહાકાર માચાવવાનું શરૂ કર્યું હતું.જોકે શરૂઆતમાં આક્રમક રૂપ બાદ હવે કોરોના નબળો પડ્યો છે.સોમવારે 1039 વ્યક્તિઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું.જ્યારે માંડવી બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખામાં પાંચ અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી મળી હતી.મહાનગર પાલિકા દ્વારા જારી કરેલી યાદી મુજબ સત્તાવાર 4 ના મોત સાથે કુલ મરણનો આંક 650 ઉપર સ્થિર રહેવા પામ્યો છે.જોકે શંકાસ્પદ કોવિડથી અત્યાર સુધીમાં 27 થી વધુ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.વીતેલા 24 કલાકમાં 6597 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 1039 પોઝિટિવ આવ્યા હતા.જ્યારે 5558 નેગેટિવ આવ્યા હતા.સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 3626 વ્યક્તિઓએ કોરોનાને હરાવ્યો હતો.જે તમામ દર્દીઓ સાજા થઈ જતા તમામને રજા આપી હતી.જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના
આપી છે.
કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 1,01,437 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 202 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 207 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 184 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 210 લોકો કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલમાંથી 236 દર્દી મળી કુલ 1039 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધી કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 1,20,047 ઉપર પહોંચ્યો છે.