વડોદરા : શુક્રવારી બજાર પાલિકા દ્વારા બંધ કરવામાં આવતા જેને લઇને વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. મહિલા વેપારીઓ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન, અને યુથ કોંગ્રેસના નેજા હેઠળ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. વેપારીઓએ અનોખો વિરોધ કરીને જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા શુક્રવારી બજાર બંધ કરવામાં આવશે તો આગામી દિવસોમાં શુક્રવારી બજાર કોર્પોરેશનની કચેરીમાં ભરીશું. કોરોનાના કેસ વધતા છેલ્લા ત્રણ સપ્તાહથી શુક્રવારી બજાર પાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું છે.જેને લઇને વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. મહિલા વેપારીઓ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન, અને યુથ કોંગ્રેસના નેજા હેઠળ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો.મહિલા વેપારીઓ દ્વારા પાલિકા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી પાલિકાના પરિસરમાં જ પથારા પાથર્યા હતા. વેપારીઓએ અનોખી રીતે પાલિકાની કચેરીમાં વિરોધ કર્યો હતો.
મોટી સંખ્યામાં મહિલાઓનો વિરોધ કરતી જોતા નવાપુરા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના અગ્રણી નિલેશ વસઇકર, પવન ગુપ્તા અને કોંગ્રેસના યુદ્ધ પ્રમુખ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી શુક્રવારી બજાર ચાલુ રાખવાની માંગ કરી હતી. વેપારીઓને જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ઘણી બધી ભીડભાડવાળી જગ્યાઓ ખુલ્લી છે.ત્યાં પાલિકાતંત્ર કોઈપણ પ્રકારની કામગીરી કરાતી નથી અને ગરીબ લોકોને પાલિકાના તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. વારંવાર શુક્રવારી બજાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. વેપારીઓ દ્વારા ચીમકી શુક્રવારે જો તેમનું બજાર ભરવા દેવામાં નહીં આવે તો વેપારીઓ પાલિકાની કચેરીમાં શુક્રવારી બજાર ભરશે. પાલિકા તંત્ર દ્વારા ખોટી રીતે અમને હેરાનગતિ કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.