યુનિ. અધ્યક્ષ તરીકે દેવાંશ બ્રહ્મભટ્ટ તથા મંત્રી તરીકે કિસકાંતીબેન નિમાયા

વડોદરા : એમ એસ યુનિવર્સીટી ખાતે કાર્યરત વિધાર્થી સંગઠન એબીવીપી દ્વારા  વર્ષ 2022 માટેની હોદ્દેદારો સહિત કારોબારી સભ્યોની નિમણુંકની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો હોઈ શુક્રવારે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતેના ઓડિટોરિયમ ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે એબીવીપીના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રિય સંગઠનમંત્રી અજય ઠાકુર અને ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી અશ્વની શર્મા , સહિત શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિચારથી જોડનારું ગુણવત્તાપૂર્ણ અને સંસ્કારી શિક્ષણ માટે કાર્યરત છાત્ર સંગઠન છે વિદ્યાર્થીઓની સમસ્યાના નિરાકરણ અને શૈક્ષણિક પરિવારના સંકલ્પના સાથે 73 વર્ષથી કાર્ય કરનાર સૌથી મોટું છાત્ર સંગઠન છે જે વિદ્યાર્થી હિત તથા સમાજ હિત માટે કાર્ય કરતું આવ્યું છે.

એબીવીપી દ્વારા યોજયેલ “ યુવા ઉદ્ધોષ” કાર્યક્રમ હેઠળ  ઉત્તર પશ્ચિમ ગુજરાત  અને રાજસ્થાનના ક્ષેત્રિય સંગઠન મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી ઉપસ્થિત રહયા હતા. ફેકલ્ટીના પ્રાંગણમાં ગણતંત્ર દિન ની ઉજવણીના ભાગ રુપે 50 ફુટ લાંબા તિરંગા સાથે પદયાત્રા યોજાઈ હતી. એબીવીપીના એમ એસ. યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે દેવાંશ બ્રહ્મભટ્ટ તથા યુનિવર્સિટી મંત્રી તરીકે કિસકાંતીબેન વર્માની સર્વાનુમતે ઘોષણા કરવામાં આવી હતી. ઉપરાંત યુનિવર્સિટી ઉપાધ્યક્ષ   તરીકે ઋષિકભાઈ મકવાણા અને મીહીરભાઈ રાઠવા  યુનિવર્સિટી સહમંત્રી તરીકે જયદત જોશી ,વ્રજ પરમાર સહિત ઓમ ચૌધરીની નિમણૂક કરવામાં આવી હતી. સાથે 60 જેટલા કાર્યકર્તાઓનેઅલગ અલગ જવાબદારી સોંપવામા આવી હતી. આગામી દિવસોમાં   યુનિવર્સીટીની દરેક ફેકલ્ટીસહિત વિવિધ કોલેજોમાં અધ્યક્ષ અને મંત્રી સહિતના હોદ્દેદારોના નામોની ઘોષણા કરવામાં આવશે.  કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અભાવિપ ઉત્તર પશ્ચિમ ક્ષેત્રિય સંગઠનમંત્રી અજય ઠાકુર ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી અશ્વની શર્મા , વડોદરા વિભાગ સંગઠન મંત્રી હિમાલયસિંહ ઝાલા , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડોદરા વિભાગ કાર્યવાહ મનસુખભાઈ પટેલ, યુનિવર્સિટી નાં વિવિધ ફેકલ્ટી નાં સેનેટ અને સિન્ડિકેટ સભ્યો  હાજર રહ્યાં હતાં તેમ કાર્યાલય મંત્રી પોરસ ખંભાયત દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top