પોતાના ફોટોગ્રાફ્સનો િક્રએટિવ ઉપયોગ કરતા સુરતીઓ…

દુનિયામાં ભગવાને અલગ અલગ પ્રકારના મનુષ્ય બનાવ્યા છે. અને તે મનુષ્યના શોખ પણ અલગ-અલગ હોય છે જેમ કે કોઇને ખાવાનો શોખ કોઇને ઉંઘવાનો તો કોઇને નીત-નવા કપડા પહેરવાનો આમ દરેક મનુષ્યને કોઇક શોખ તો હોય જ, કોઇ વ્યકિતને નવી નવી જગ્યાએ ફરવા જઇને ફોટા પાડવાનો શોખ હોય છે અને પોતાના ફોટાના જ ઉપયોગ કરીને પોતાના જ કેલેન્ડર બનાવતા હોય છે. ને ચાલો એવા સુરતીઓને આજે મળીશું

છેલ્લા પાંચ વર્ષથી શુટ કરેલા પીક્સના કેલેન્ડર બનાવું છું: કોમલ શાહ
બી.એ.નો અભ્યાસ કરનાર કોમલ શાહ જણાવે છે કે ફોટો પાડવાનો શોખ મને બચપનથી જ હતો. મમ્મી પપ્પા સાથે મેરેજમાં જતી હતી ત્યારે બધાને ફોટા પાડતા જોતી હતી. ત્યારથી જ મને ફોટા પાડવાનો શોક જાગ્યો હતો. બાદમાં ઇવેન્ટ મેનેજમેન્ટની જોબ કરતા સુરતના એક મેકઅપના સેમિનારમાં મને મોડલિંગનો ચાન્સ મળ્યો હતો. ત્યારબાદ હું ગોવા, મુંબઇ, રાજકોટ, રાજસ્થાન જેવા શહેરોમાં ફરવા ગઇ હતી તેના ફોટો મોબાઇલમાં પાડતી હતી. પછી તેમાંથી સિલેક્ટ કરેલા ફોટા અને મોડલિંગના ફોટાનું હું છેલ્લા પાંચ વર્ષથી કેલેન્ડર બનાવું છું. આ કેલેન્ડર મારા મિત્રો, પરિચિત સગાસંબંધી અને ક્લાઇન્ટોને આપું છું.

જોબ કરતા ફોટા પાડવાનો શોખ જાગ્યો: કક્ષા સરવાની
કક્ષા સરવાની જણાવે છે ફેશન ડીઝાઇનનો કોર્સ  કર્યા બાદ મે સાડીમાં ડીઝાઇન બનાવતી કંપનીમાં જોબ કર્યો હતો. જોબ દરમ્યાન સાડીમાં ડીઝાઇન બનાવતા મને મોડેલિગનો વિચાર આવ્યો અને મેં મોડેલિંગમાં ફોટા શુટ કરવાની કામ શરૂ કર્યું અને મને કામ મળતું ગયું. મારા પિતાજીના મૃત્યુ બાદ ઘર ચલાવવાની જવાબદારી મારી ઉપર આવી જતા હું છેલ્લા ચાર વર્ષથી મોડેલિગનું કામ કરુ છે. આ ઉપરાંત મે જવેલર્સ અને શહેરની નામાંકિત વેડીંગ કલેશન વેચનાર કંપની માટે મોડેલીંગ કરું છું અને મારા ફોટો શુટના પીક્સ દ્વારા હુ મારા કેલેન્ડર દર વર્ષે બનાવું છું અને મારા ફેન્ડ્સ, સગા-સબંધી અને પરીચિતોને મારા કેલેન્ડર આપું છું અને મને ફોટો શુટ કરવાનું ગમે છે.

છેલ્લા 13 વર્ષથી મારા પરિવારના ફોટાનું કેલેન્ડર બનાવું છું: રૂપા શાહ
રૂપાબેન હાઉસફાઈફ છે. તેમણે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે મને અને મારા પરિવારને ફરવાનો ઘણો જ શોખ છે. હું મારા ફેમીલી સાથે દર વર્ષે વિદેશ ટુર પર જાઉં છું. મારો દીકરો અરહમ જયારે એક વર્ષનો ત્યારથી વિદેશ અમે વિદેશ ફરીએ છે. જયાં ફરવા જઇએ છે ત્યાં અમે તેના મોબાઇલમાં પીક્સ લઇએ છીએ. એ પીક્સને પેનડ્રાઇવમાં લઇને ફોટા સીલેક્ટ કરી સારા ફોટાનું દર વર્ષે અમે કેલેન્ડર બનાવીએ છે. છેલ્લા 13 વર્ષથી હું આ કેલેન્ડર બનાવું છું. મારી ફસ્ટ ટ્રીપ દુબઇની હતી. અમે દુબઇ, સીંગાપોર મલેશિયા હોગકોંગ,સાઉથ આફ્રીકા, અમેરીકા,બેંગકોંગ અને ન્યુઝીલેન્ડ ફર્યા છે. કેલેન્ડરમાં પરિવારના સભ્યની વર્ષગાંઠ હોય તે પ્રમાણે બનાવતા હોય છે.

Most Popular

To Top