જન્મદિવસની પાર્ટીથી પરત ફરતા મેડિકલ સ્ટુડન્ટની કાર નદીમાં ખાબકી, 7ના મોત: તેમાં એક ભાજપના નેતાનો પુત્ર

વર્ધા: મહારાષ્ટ્રના (Maharashtra) વર્ધામાં (Vardha) સોમવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતમાં (Accident) મેડિકલના (Medical) 7 વિદ્યાર્થીઓના (Student) મોત (Death) નિપજ્યા હતા. મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓ પૈકી એક ભાજપના (BJP) ધારાસભ્ય (MLA) વિજય રહંગદલેના પુત્ર (Son) અવિશકાર રહંગદલે હોવાની વિગતો મળી છે. વર્ધાના સેલસુરા નજીક પુલ પર આ અકસ્માત સર્જાયો હતો. સાતેય વિદ્યાર્થીઓ એક કારમાં હતા અને ઢાબા પરથી ભોજન કરીને પરત ફરી રહ્યા હતા. કાર બ્રિજ પર આવતાની સાથે જ તે બેકાબૂ થઈ ગઈ અને બ્રિજનો એક ભાગ તોડીને 40 ફૂટ ઊંડી નદીમાં પડી ગઈ હતી.

વર્ધાના એસપી પ્રશાંત હોલકરે જણાવ્યું કે સ્થાનિક નાગરિકોએ મોડી રાત્રે અકસ્માતની જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી કરી હતી. તમામ મૃતકોની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. આ તમામ વર્ધા જિલ્લાની સાંગવી મેઘે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના નામ
મૃત્યુ પામેલા 7 વિદ્યાર્થીઓમાં એક ભાજપના ધારાસભ્યનો પુત્ર છે. ધારાસભ્ય વિજય રહંગદલેના પુત્ર અવિશકાર રહંગદલેનું મોત થયું છે. તે ઉપરાંત નિતેશ સિંહ, વિવેક નંદન, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ, પવન શક્તિ મૃત્યુ પામ્યા છે. એકની ઓળખ થઈ નથી. સાતમાંથી એક વિદ્યાર્થી ઇન્ટર્ન હતો. જેમાં ફાઇનલ યરના 2 વિદ્યાર્થીઓ અને MBBS સેકન્ડ યરના 2 વિદ્યાર્થીઓ હતા. એસયુવીને નીરજ સિંહ નામનો વિદ્યાર્થી ચલાવી રહ્યો હતો.

10 વાગ્યા સુધી તે પરત ન આવતાં સંબંધીઓને માહિતી આપતાં
અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા. છાત્રાલયમાં રાત્રે 10 વાગ્યે હાજરી લેવામાં આવે છે. જ્યારે તેઓ હોસ્ટેલમાં ન મળ્યા ત્યારે વોર્ડને પરિવારના સભ્યોને ફોન પર જાણ કરી હતી. પરિવારના એક સભ્યએ વોર્ડનને જણાવ્યું કે તેઓ જન્મદિવસની પાર્ટીમાં ગયા હતા. મોડી રાત સુધી વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ન આવતાં તેમના સિનિયરો પણ નારાજ હતા. આખરે, મંગળવારે વહેલી સવારે વિદ્યાર્થીઓને તેમના આકસ્મિક મૃત્યુના સમાચાર મળ્યા.

આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત
કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “મહારાષ્ટ્રના સેલસુરા પાસે થયેલા અકસ્માતમાં લોકોના મોતથી હું દુઃખી છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમની સાથે છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સાજા થાય.” તમામ મૃતકોના પરિવારજનોને કેન્દ્ર તરફથી 2-2 લાખ. આપવાની જાહેરાત.

Most Popular

To Top