દક્ષિણ આફ્રિકાએ વન ડે સીરિઝમાં ભારતને 3-0થી ક્લીનસ્વીપ કર્યું

અહીં રમાયેલી ત્રીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકાએ ક્વિન્ટન ડિ કોકની અર્ધસદી ઉપરાંત રસી વાન ડેરડુસાનની અર્ધશતકીય ઇનિંગની મદદથી 287 રને ઓલઆઉટ થઇને મુકેલા 288 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 283 રને ઓલઆઉટ થતાં દક્ષિણ આફ્રિકાએ ચાર રને ત્રીજી વન ડે જીતીને ત્રણ વન ડેની સીરિઝમાં ભારતીય ટીમને 3-0થી ક્લીનસ્વીપ કરી હતી.
288 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી અને બોર્ડ પર માત્ર 18 રન હતા ત્યારે કેપ્ટન રાહુલ 9 રન કરીને આઉટ થયો હતો. તે પછી શિખર ધવન અને વિરાટ કોહલીએ મળીને 98 રનની ભાગીદારી કરીને સ્કોર 116 પર લઇ ગયા ત્યારે ધવન અંગત 61 રન કરીને આઉટ થયો હતો, એ ઓવરમાં જ ઋષભ પંત પણ શૂન્ય રને આઉટ થયો હતો. કોહલી અને શ્રેયસ અય્યરે મળીને સ્કોર 156 પર લઇ ગયા ત્યારે કોહલી અંગત 65 રને આઉટ થયો હતો.

શ્રેયસ પણ અંગત 26 રન કરીને જ્યારે સૂર્યકુમાર યાદવ અંગત 39 રન કરીને આઉટ થયો હતો, જ્યારે જયંત યાદવવ અંગત 2 રન કરીને આઉટ થયો હતો. દીપક ચાહરે જોરદાર બેટિંગ કરી હતી પણ તે ભારતીય ટીમને જીતાડી શક્યો નહોતો. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતી અને તેમણે 34 રનના સ્કોર સુધીમાં યાનેમન મલાન અને ઇનફોર્મ કેપ્ટન તેમ્બા બવુમાની વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી એડન માર્કરમ પણ કંઇ ખાસ કરી શક્યો નહોતો અને 70 રનના સ્કોરે દક્ષિણ આફ્રિકાએ ત્રીજી વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી ડિ કોક અને વાન ડેર ડુસેને ચોથી વિકેટની 144 રનની ભાગીદારી કરીને સ્કોર 214 પર લઇ ગયા હતા. ડિ કોક 124 રન કરીને આઉટ થયો હતો. તે પછી દક્ષિણ આફ્રિકાએ 73 રનના ઉમેરામાં પોતાની બાકીની છ વિકેટ ગુમાવી હતી.

Most Popular

To Top