કાશ્મીરમાં ત્રાસવાદીઓ લશ્કરી વ્યુરચના તોડવામાં સફળ થયા હોય એવું લાગે છે. ટોચના ત્રાસવાદી સંગઠનના કમાન્ડર ઠાર મરાયા હોવા છતાં પણ કાશ્મીરમાં હિંસા કેમ અટકતી નથી? કાશ્મીરમાં સ્થાનિક લોકો ભલે સરકારની તરફેણમાં મોં બોલતા હોય પણ ત્રાસવાદી હિંસાચાર જોતા એમ લાગે છે કે સ્થાનિક લોકોનાં ટેકા વગર ત્રાસવાદીઓ હુમલા કરી જ ના શકે. ભારત પાકિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ઇચ્છે છે અને તે માટે ભારત સરકાર તમામ પ્રયત્નો પણ કરી ચૂકી છે. પરંતુ પાકિસ્તાનના શાસકો જ સુધરતા નથી અને ભારત વિરૂધ્ધ ઝેર ઓકે છે. પાકિસ્તાન જ કાશ્મીરમાં હિંસાને પ્રોત્સાહન આપે છે. ભારત સાથે વેપાર, વ્યવસાય, સહકાર વધારી એશિયામાં શાંતિની સ્થાપના માટે પાકિસ્તાન સરકારે હાથ લંબાવવો જોઇએ અને ભારત સાથે પુન: ક્રિકેટ શ્રેણી પણ ચાલુ કરવી જોઇએ. પાકિસ્તાને ભારત સાથે મૈત્રીનો હાથ લંબાવીને સરહદ પરનો તનાવ દૂર કરી બંને દેશનો લશ્કરી ખર્ચ ઘટાડવો જોઇએ તેમજ દેશની પ્રજા શાંતિથી જીવી શકે.
તલીયારા – હિતેશ એસ. દેસાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કાશ્મીર સમસ્યા કયારે ઉકેલાશે?
By
Posted on