અંશત: ટેસ્ટ શ્રેણીના સંદર્ભમાં અને ખાસ કરીને આર્કબિશપ ડેસ્મન્ડ ટુટુના સંદર્ભમાં હું દક્ષિણ આફ્રિકાનો સવિશેષ વિચાર છેલ્લા કેટલાક સમયથી કરતો હતો. ટુટુની વિદાયથી રંગભેદવિરોધી લડતના એક મહાન યોદ્ધાએ મંચ છોડયો છે. દક્ષિણ આફ્રિકા માટે કરેલા કામથી તેઓ એ રીતે જાણીતા ડેસ્મન્ડ ટુટુએ પોતાના ન હોય તેવા દેશોમાં પણ જુલ્મ અને અન્યાયની વાત કરવા છતાં આદર પ્રાપ્ત કર્યો હતો. તેઓ પોતાના કોઇ પણ સમકાલીન નેતા કરતાં વધુ પ્રમાણમાં વિશ્વની ચેતના બનવાની નજીક આવ્યા હતા.
મેં 1986 ના જાન્યુઆરીમાં બિશપ ડેસ્મન્ડ ટુટુને ટેલિવિઝન પર જોયા હતા. તે વખતે હું અમેરિકામાં શિક્ષણકાર્ય કરતો હતો અને બિશપ ડેસ્મન્ડ ટુટુ અમેરિકનો અને અમેરિકનો વિરોધી રંગભેદ વિરોધી લડાઇ સામે તેમનો ટેકો પ્રાપ્ત કરવા આવ્યા હતા. તેઓ માનતા હતા કે પશ્ચિમી દેશોનું આર્થિક દબાણ જ શાસકોની સાન ઠેકાણે લાવશે. તેઓ જનરલ મોટર્સના પ્રમુખ સહિત કોર્પોરેટ વડાઓને તેમ જ અમેરિકાની શ્રેષ્ઠ અને સૌથી પહેલાં યુનિવર્સિટીઓના પ્રમુખોને મળ્યા હતા અને તેમને દક્ષિણ આફ્રિકામાંથી પોતાની મૂડી ઉપાડી લેવાનું સમજાવતા હતા. અમેરિકાના તેમના પ્રવાસ દરમ્યાન એક મજબૂત મનોબળવાળા પોલાદી મનુષ્ય તરીકે તેમની છાપ ઉપસી હતી. તેમણે અમેરિકાની 1960 ની નાગરિક અધિકારની ચળવળમાં ભાગ લેનારને પણ મળ્યા હતા. માર્ટિન લ્યુથન કિંગ સાથે થતી હતી પણ ટુટુ કિંગને પોતાનાથી વધુ આકર્ષક નેતા હતા.
હું અમેરિકાની વેલ યુનિવર્સિટીમાં મુકામ કરતો હતો અને દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ રોકાણ કરનાર આ જ યુનિવર્સિટી હતી. ટુટુએ સ્ટેલ કોર્પોરેશનને પોતાનું દક્ષિણ આફ્રિકામાંથી રોકાણ પાછું ખેંચી લેવા સમજાવી હતી. પણ કોર્પોરેટરોએ ઇન્કાર કરતા વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું, સૂત્રોચ્ચાર કર્યા, પ્રવચન કર્યાં. મેન્ડેલાની છબી રજૂ કરી તેમના ગુણગાન ગાયાં. પેલના મારા મુકામ દરમ્યાન હું પહેલી વાર ભારતના બચાવમાં આવ્યો હતો.
ત્યારે હું વીસી છોડી ત્રીસીમાં પ્રવેશવાની અવસ્થામાં હતો અને ટુટુને અમેરિકન ટી.વી. પર જોયા ત્યારે જ મને દક્ષિણ આફ્રિકાની ઘટનાઓ વિશે ચિંતા થઇ. હું રાજકારણથી મુકત હતો એવું નહીં પણ મારા દેશના જ્ઞાતિ અને ધાર્મિક તનાવની મને ચિંતા થતી હતી. વિયેતનામ, ઇરાન અને અન્ય સ્થળોની રાજકીય ઘટનાઓ પર ધ્યાન રાખતો હતો, પણ દક્ષિણ આફ્રિકાની મને ઝાઝી ખબર ન હતી. આપણે એ રંગભેદી દેશ સાથે રાજદ્વારી સંબંધ ન હોવાથી અને કહ્યાપણા પત્રકારો એ દેશ વિશે ઝાઝા સમાચાર આપતા ન હોવાથી હું દક્ષિણ આફ્રિકાથી અલિપ્ત રહ્યો હોઇ શકે. ટુટુની અમેરિકા યાત્રા અને પેલ યુનિવર્સિટીનો અજંપો જોયા પછી દક્ષિણ આફ્રિકા વિશે મોડે મોડે પણ મને રસ જાગ્યો. ભારત આવ્યા પછી મેં દક્ષિણ આફ્રિકાની ઘટનાઓ પર વધુ ચાંપતી નજર રાખવા માંડી.
દરમ્યાન પ્રતિબંધો મૂકવાની માંગ બુલંદ થવા માંડી. રંગભેદી શાસનની ટીકા કરવામાં નાખુશ એવા માર્ગારેટ થેચર અને રોનાલ્ડ રીતાન પણ સળવળ્યા. નેલ્સન મન્ડેલા હજી કેદમાં હતા, પણ થોડા વિદેશી મુલાકાતીઓને મળવાની તેમને છૂટ અપાઇ હતી. તેમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન માલ્કમ ફ્રીઠર પણ હતા અને મેન્ડેલાએ તેમને પ્રશ્ન કર્યો હતો. ડોન બ્રેડમેન હજી જીવે છે? 1991 માં હું લંડનમાં ગોપાલકૃષ્ણ ગાંધીને ઘરે એગ્લિકન પાદરી ટ્રેપર હડલસોનને મળ્યો હતો. તેમને દક્ષિણ આફ્રિકામાંથી 1950 ના દાયકામાં રંગભેદની ટીકા કરવા બદલ હદ પાર કરવામાં આવ્યા હતા. પોતે જોહનીસબર્ગમાં પાદરી હતા ત્યારે હડલસ્ટને ઘણા યુવાનોને પ્રશિક્ષણ આપ્યું હતું. તેમાં એક ટુટુ હતા અને બીજા જેઝ સંગીતકાર હ્યુ મેરકેલ વે તેઓ સિત્તેર પાર કરી એંસીએ પહોંચવા આવ્યા છે અને કષ્ટાય છે. હડલસ્ટેલને પૂછવામાં આવ્યું હતું કે તમારી તબિયત કેમ છે? તેમણે જવાબ આપ્યો કે હું મરું તે પહેલાં રંગભેદ મરે.
દક્ષિણ આફ્રિકાની પોતાની ટૂંકી મુલાકાત દરમ્યાન હડલસ્ટને પોતાની ઇચ્છા ફળીભૂત થતી જોઇ. ત્યારે નેલ્સન મેન્ડેલા 1994 માં રાષ્ટ્રપતિ બન્યા હતા. તે પછી તેઓ દક્ષિણ આફ્રિકાની મુલાકાતે ગયા હતા. 1997 થી 2009 વચ્ચે મેં દક્ષિણ આફ્રિકાની પાંચ વાર મુલાકાત લીધી હતી અને મેં રંગભેદવિરોધી લડતના કેટલાક લડવૈયાઓની મુલાકાત લીધી હતી. તેમાં કવિ મોંગેન વોલીસીરોટને મળ્યો હતો, જે કલા-સંસ્કૃતિના સંવર્ધન માટેની સંસદીય સમિતિના સભ્ય હતા. આ ઉપરાંત સમાજશાસ્ત્રી ફાતિમા મીર, ન્યાયવિદ્ આલ્બી સ્ટેકસ જેમણે દક્ષિણ આફ્રિકાના સુરક્ષા દળના બોંબ હુમલામાં એક હાથ અને એક આંખ ગુમાવ્યાં હતાં છતાં સક્રિય છે, તે ઇતિહાસકાર રેમન્ડસટનર વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ લોકો બહુવંશીય લોકશાહી બનાવવાના કામમાં પ્રવૃત્ત છે. તેમણે ટુટુએ આપેલા શબ્દ મુજબ ‘મેઘધનુષી રાષ્ટ્ર’નું પ્રતિનિધિત્વ કરે છે.
2005 માં આર્કબિશપ ડેસ્મન્ડ ટુટુ બેંગ્લોરની ખાનગી મુલાકાતે આવ્યા હતા અને તેમના માનમાં યોજાયેલ એક ભોજન સમારંભમાં હાજર રહેવાનું મને સદ્ભાગ્ય મળ્યું હતું. મેં પહેલાં સચીન તેંડુલકરની વાત કરી, જેમના તેમણે વખાણ કર્યાં. મેં મારી ટ્રેવર હડલસ્ટન સાથેની મુલાકાતની વાત કરી અને ટુટુએ કહ્યું કે ટ્રેવર એક આફ્રિકનની જેમ હસતો હતો. ટુટુના મૃત્યુથી મને તેમની સાથે અંગત જોડાણ ન હોવા છતાં દુ:ખ થયું હતું, તેમણે અમેરિકી વિદ્યાર્થીઓને આંદોલન કર્યા હતા અને મારા વતનમાં બે દાયકા પહેલાં મુલાકાત થઇ હતી તેથી ખાસ પોતાના દેશમાં અને અન્ય દેશોમાં નૈતિકતાની સત્તા હોવાની માન્યતા મેળવનાર છેલ્લો જીવંત માણસ હતો. તેઓ દક્ષિણ આફ્રિકાના આત્મા હતા, જેમણે રંગભેદની નીતિના ઘાતકીપણા સામે લડત કરી હતી અને રંગભેદ સમાપ્ત થયા પછી પણ પોતાના દેશમાં ચાલતા ભ્રષ્ટાચાર અને સગાંવાદ સામે લડત આપી ટુટુએ પેલેસ્ટાઇનીઓ હોય કે મ્યાનમારના રોહિંગ્યા મુસલમાન હોય,લડત આપી છે. તેમણે પોતાના એંગ્લિકન ચર્ચને પણ નથી છોડયા. ટુટુનું જીવન અને કાર્ય આપણા દેશ માટે સલામ કરવાપાત્ર પાઠ આપ્યા છે, જેમાં આપણા દેશને ખાસ સંબંધ છે તેવા આંતરધર્મી સંવાદિત છે. તેઓ કહેતા ‘ભગવાન ખ્રિસ્તી નથી, ભગવાન હિંદુ પણ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.