આણંદ : આણંદ જિલ્લામાં વધી રહેલા કોરોનાના પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગની કામગીરી સઘન બનાવવા માટે અર્બન વિસ્તારમાં 15થી 16 ધનવંતરી રથ દોડાવવામાં આવી રહ્યાં છે. આ રથ દ્વારા સોસાયટી વિસ્તારમાં ફરીને શંકાસ્પદ દર્દીનું ટેસ્ટ કરી સ્થળ પર જ રિપોર્ટ આપવામાં આવશે. આ અંગે આયુષ મેડિકલ ઓફિસર ડો. મિનાક્ષીબહેને જણાવ્યું હતું કે, અર્બન વિસ્તારમાં વધી રહેલા કોરોના કેસને કંટ્રોલ કરવા માટે 15 જેટલા ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યાં છે. આ દરેક રથમાં આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી છે. જે સોસાયટી વિસ્તારમાં ફરી દર્દીઓના ટેસ્ટ કરી રહી છે. આ રથમાં દવા સહિતની ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હાલ ટેસ્ટીંગ દરમિયાન દરરોજ દસ જેટલા કેસ પોઝીટીવ આવી રહ્યાં છે. જેમને જરૂરી સારવાર માટે સુચના આપવામાં આવે છે. જરૂર પડે હોસ્પિટલ સુધી પણ પહોંચાડવામાં આવે છે. આ અંગે વ્યાયામશાળા ખાતે રહેતા મહેન્દ્રકુમાર શેઠે જણાવ્યું હતું કે, દરેક સોસાયટીના સંચાલકોએ આરોગ્ય વિભાગને સહકાર આપવો જોઈએ અને શંકાસ્પદ જણાતા દર્દીનો ટેસ્ટીંગ કરાવી લેવો જોઈએ.
આણંદમાં કોરોના ટેસ્ટ માટે 15 રથ દોડાવવામાં આવ્યાં
By
Posted on