Surat Main

આ કેવી ક્રૂરતા? સુરતમાં કડકડતી ઠંડીમાં નવજાત શીશુને કાદવમાં ફેંકી દેવાતા ઠુંઠવાઇને મોત

સુરત: (Surat) મીઠીખાડીના બ્રિજની (Bridge) નીચે અજાણી વ્યક્તિએ નવજાત જન્મેલા બાળકને (New Born Baby) ત્યજી દીધું (Abandoned) હતું. અજાણી મહિલા કહો કે પછી તેનો પતિ આ લોકોએ નવજાત બાળકને કડકડતી ઠંડીમાં પાણીના કાદવમાં ત્યજી દીધું હતું. પોલીસે બાળકને કાદવમાંથી (Mud) બહાર કાઢતા આ નવજાત બાળક ઠુંઠવાઇને (Cold) મૃત્યું પામ્યું હતું. આ અંગે લિંબાયત પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  • કડકડતી ઠંડીમાં લિંબાયતમાં નવજાત શીશુને કાદવમાં ફેંકી દેવાતા ઠુંઠવાઇને મોત
  • મીઠી ખાડીમાં બાળકને ત્યજી દેનાર અજાણ્યા સામે ગુનો નોંધાયો
  • ફાયરના જવાનોએ મૃત શીશુને કાદવમાંથી બહાર કાઢ્યું

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને તેઓ લિંબાયતના કેશવનગરથી મીઠીખાડી તરફ આવી રહ્યાં હતાં. આ દરમિયાન મીઠીખાડીના બ્રિજ ઉપર કેટલાક લોકો પોતાના વાહનો મૂકીને બ્રિજની નીચે ખાડીમાં જોઇ રહ્યાં હતાં. પોલીસે પીસીઆર વાન ઊભી રાખીને તપાસ કરતા બ્રિજ નીચે એક નવજાત બાળક કાદવમાં ફસાયેલું જોવા મળ્યું હતું. પોલીસે ફાયર વિભાગની મદદ લઇને બાળકને બહાર કાઢ્યું હતું. આ સાથે જ 108 એમ્યુલન્સને પણ જાણ કરવામાં આવતા તેનો સ્ટાફ પણ આવી ગયો હતો. 108ના કર્મચારીઓએ નવજાત બાળકને મૃત જાહેર કર્યું હતું. એક દિવસ પહેલા જ બાળકનો જન્મ થયો હોય અને તેને ત્યજી દેવામાં આવ્યું હોવાનું પોલીસે કહ્યું હતું. આ મામલે લિંબાયત પોલીસે અજાણી વ્યક્તિની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મોર્નિંગ વોક પર નિકળેલી મહિલાનું અકસ્માત થતા મોત
સુરત : સરથાણા વિસ્તારમાં રહેતી મહિલાનું મોટરસાઇકલ ચાલકની સાથે અકસ્માત થતા અઠવાડિયાની સારવાર બાદ આજે તેમનું મોત નીપજ્યું હતું. મહિલા વહેલી સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં આવતા તેમના પતિ શોધવા માટે નીકળ્યા હતા અને મહિલાનું અકસ્માત થયાનું બહાર આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા મહારાજા ફાર્મની સોમ માનસરોવર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ રવજીભાઇ કાપડીયાના પત્ની ગીતાબેન તા. 05-01-2022ના રોજ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આઠ વાગવા છતાં પણ ગીતાબેન ઘરે આવ્યા ન હતા. ત્યારબાગ કિશોરભાઇ જાતે જ તેઓને શોધવા માટે બહાર નીકળ્યા હતા. આ દરમિયાન કેનાલ રોડ, વનમાળી જંકશન તથા સેલના પેટ્રોલપંપના માણસોએ જણાવ્યું કે, સવારે સાત વાગ્યે એ મહિલાનું મોટરસાઇકલ ચાલકે અકસ્માત કરતા તેઓને સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા છે. કિશોરભાઇ તાત્કાલીકસ્મીમેર હોસ્પિટલ ગયા હતા. જ્યાં ગીતાબેનને આઇસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. અઠવાડિયાની સારવાર બાદ આજરોજ ગીતાબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સરથાણા પોલીસે મોટરસાઇકલ ચાલકની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top