અમદાવાદ(Ahmedabad): અમદાવાદ શહેરના ઇન્કમટેક્ષ સર્કલ (Incometax Circle) પાસે સોમવારે (Monday) મોડી સાંજે અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારી પર ગોળીબાર કરી સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી. આ આ લૂંટમાં સંડોવાયેલા ચાર લૂંટારૂઓને શહેર ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. પોલીસે (Police) આરોપીઓ પાસેથી 74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
- ગોળીબાર કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા, ગણતરીના કલાકોમાં જ પકડતાં 74 લાખનો મુદ્દામાલ જપ્ત
- લૂંટારૂઓએ એક મકાનના ધાબા ઉપર લૂંટનો મુદ્દામાલ સંતાડીને સરખો ભાગ પાડી રહ્યા હતા
સોમવારે મોડી સાંજે અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ સર્કલ પાસે આંગડીયા પેઢીના કર્મચારી ઉપર ગોળીબાર કરી સોના, ચાંદીના દાગીના તથા રોકડ રકમ ભરેલી બેગની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા લુટારૂઓ લૂંટ કરીને સરદાર નગર તરફ ગયા હોવાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરદારનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા લૂંટારૂઓએ એક મકાનના ધાબા ઉપર લૂંટનો મુદ્દામાલ સંતાડીને સરખો ભાગ પાડી રહ્યા હતા, ત્યાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી, અને ચાર આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી કિશનસિંગ, ગોવિંદ ઉર્ફે સોનુ રાજાવત, બલરામ ઉર્ફે બલવા અને અમિત ઉર્ફે હેપ્પીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.