ભરૂચ: દોલતપુર (Doltpur) ના યુવાન ખેડૂતની વાલિયામાં (Walia) પાર્ક કરેલી ઈનોવા કાર (Innova car) ધોળે દિવસે ભર બજારમાં બાઈક (bike) પર કોઈક જાણભેદુ તસ્કરે ડ્રાઈવર સાઈડની પાછળનો કાચ તોડીને (car Breaking glass) ચેકબુકો (Check books) , આધાર કાર્ડ (Aadhar card), પાનકાર્ડ (PAN card) સહિતના કાગળો, મોબાઈલ (Mobile) અને રોકડ રકમની બેગ ઉઠાવી રફુચક્કર થઇ ગયા હતા. જે જગ્યાએ કાર પાર્ક કરી હતી એ જગ્યા પોલીસ વિભાગના હોમગાર્ડ (Home guard) બેઠેલા હોવા છતાં પણ તસ્કરો નજરમાં ન આવ્યા હતા.
દવા લેવી ઉભી રાખી હતી કારને ચોરે હાથ ફેરો કર્યો
વાલિયાના દોલતપુર ગામના યુવાન ખેડૂત વિશાલસિંહ દિલીપસિંહ બોરાધરા શુક્રવારે બપોરે અઢી વાગ્યે વાલિયા ખાતે GEB અને બેન્કોના કામ માટે ઈનોવા કારમાં આવ્યા હતા. વાલિયામાં ATM દ્વારા રૂ.૯૦૦૦ ઉપાડીને વાલિયા બજારમાં આવેલા વિજય મેડિકલ પાસે ઈનોવા કાર પાર્ક કરીને દવા માટે ગયા હતા. દવા લેતી વખતે પાર્ક કરેલી કારમાં બાઈક પર સવાર કોઈક લેભાગુ તસ્કર ડ્રાઈવર સાઈડની પાછળની બારીનો કાચ તોડીને અંદર મૂકેલી બેગ ઉઠાવી ગયો હતો.
ચેકબુક, આધાર કાર્ડ સહિત ઓરિજનલ જાતિના દાખલની ચોરી
જેમાં તેમની દીકરી અને તેમના પિતાજીનું આધારકાર્ડ, ચેક બુક, તેમની માતાનો પાનકાર્ડ, ચેકબુક, એક્સિસ બેન્કની તેમની તેમના પિતાની ચેકબુક, એસબીઆઈ ચેકબુક, બે ATM, પોતાનું પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ તેમજ તેમનો રૂ.૧૪ હજારનો મોબાઈલ ફોન, તેમની પત્નીનો આધારકાર્ડ, પાનકાર્ડ અને BOB શુકલતીર્થનું પાસબુક, તેમના દાદાનો ચેકબુક તેમજ તેમનો લેબર નરેન્દ્ર વસાવાનો ઓરિજનલ જાતિનો દાખલો હતો. વાલિયામાં ધોળે-દિવસે ભર બજારમાં અને એ વિસ્તારમાં પોલીસના હોમગાર્ડ બેઠેલા હોવા છતાં તસ્કરોએ તરકટ અજમાવીને મહત્ત્વના કાગળો ચોરી કરવાની ઘટના બની હતી. આ બાબતે તાબડતોબ વાલિયા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.