સુરત : (Surat) કાપોદ્રામાં 12 વર્ષની સગીરાનું ટ્યુશન ક્લાસીસથી અપહરણ (Kidnapping) કરી વેસુમાં આવેલા મનપા આવાસમાં લઇ જઇને બળાત્કાર (Rape) કરવાના ગુનામાં આરોપીને (Accused) 20 વર્ષની સખત કેદની (Imprisonment) સજા કરવામાં આવી હતી. જ્યારે આ સગીરાને છેડતી કરનાર અન્ય એક આરોપીને પણ તક્સીરવાર ઠેરવીને 5 વર્ષની કેદની સજાનો હુકમ કરાયો હતો.
- મનોજ રામ શાહુ દરરોજ સ્કૂલે લેવા-મુકવા માટે જતો હતો. આ દરમિયાન મનોજની સગીરા ઉપર દાનત બગડી હતી.
- મનોજે સગીરાનું અપહરણ કરીને વેસુ વીઆઇપી રોડ ઉપર સુમન હાઇટ્સમાં રહેતા સચીન પારેખના ઘરે લઇ ગયો હતો અને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો
- સચીન પારેખએ પણ સગીરાની છેડતી કરી હતી. સગીરા સચીનને ધક્કો મારીને રસોડામાં જતી રહી હતી, ત્યારે ત્યાં પણ સચીને છેડતી કરી હતી
- વરાછાથી 12 વર્ષની સગીરાનું અપહરણ કરી વેસુમાં બળાત્કાર કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ
આ કેસની વિગત મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની પાછળ જ રહેતો મનોજ રામ શાહુ દરરોજ સ્કૂલે લેવા-મુકવા માટે જતો હતો. આ દરમિયાન મનોજની સગીરા ઉપર દાનત બગડી હતી. તા. 11-03-2020ના રોજ મનોજે સગીરાનું અપહરણ કરીને વેસુ વીઆઇપી રોડ ઉપર સુમન હાઇટ્સમાં રહેતા સચીન કુમુદભાઇ પારેખના ઘરે લઇ ગયો હતો. મનોજે સગીરાની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
આ ઉપરાંત મનોજની ગેરહાજરીમાં સગીરા ઘરમાં એકલી હતી ત્યારે સચીન પારેખએ પણ સગીરાની છેડતી કરી હતી. સગીરા સચીનને ધક્કો મારીને રસોડામાં જતી રહી હતી, ત્યારે ત્યાં પણ સચીને છેડતી કરી હતી. બનાવ અંગે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે મનોજ શાહુ તેમજ સચીન પારેખની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા.
સમાજમાં દાખલો બેસે એટલે કોર્ટે કડક સજા ફટકારી
આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરી હતી કે, આરોપીએ એકથી વધુ વાર સગીરાની સાથે બળાત્કાર કર્યો છે. મનોજ શાહુએ સગીરાને પોતાની જ રૂમમાં લઇ જઇને બદકામ કર્યું છે, જ્યારે બીજો આરોપી સચીન પારેખએ પોતાની એક પુત્રી હોવા છતાં પણ સગીરાની સાથે છેડતી કરી છે. આવા સંજોગોમાં બંને આરોપીને વધુમાં વધુ સજા થવી જોઇએ કે જેથી સમાજમાં દાખલો બેસે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી મનોજ શાહુને તક્સીરવાર ઠેરવીને 20 વર્ષની કેદની સજા, જ્યારે છેડતી કરનાર સચીન પારેખને 5 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનાર 12 વર્ષની સગીરાના પરિવારને 3 લાખનું વળતર ચૂકવી આપવાનો પણ આદેશ કરાયો હતો.