National

ઝારખંડમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક સામેથી આવતી બસને સીધી ભટકાઈ, મુસાફરો હવામાં ફંગોળાયા, રસ્તા પર લાશોના ઢગલા ખડકાઈ ગયા

ઝારખંડ: ઝારખંડના (Jharkhand) પાકુડમાં બુધવારે સવારે એક અકસ્માત (Accident) થયો હતો જેમાં 8થી 10 લોકો માર્યા જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકુડથી દુમકા (Dumka) જતી લિટ્ટીપાડા (Littipada) અમડાપાડા (Amdapada) રોડ પર ગેસ સિલિન્ડર (Gas cylinder) ભરેલી ટ્રક અને બસ (bus) વચ્ચે ટક્કર થઈ હતી. બસમાં 40થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 25 લોકો ઘાયલ થયા છે. બસ અને ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીઓના ફુરચા ઊડી ગયા હતા. બસમાં બેસેલા 40 લોકો બસની અંદર જ ફસાઈ ગયા હતા જેમને ક્રેનની મદદથી બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં 8થી 10 લોકોના મોત થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઝારખંડના પાકુડમાં બુધવારે સવારે લિટ્ટીપાડા-અમડાપાડા મુખ્ય માર્ગ પર પડેરકોલા નજીક પગલા બાબા કંપનીની બસ અને સિલિન્ડર ભરેલી બસ વચ્ચે અથડામણ થઈ હતી. બેકાબૂ ટ્રકે જ બસને સામેથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર લોકો બસની બહાર ફેંકાય ગયા હતા. બસ અને ટ્રક વચ્ચે અથડામણનો અવાજ આવતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ અને હેલ્થ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માતમાં હજુ સુધી માર્યા ગયા લોકોની ઓળખ થઈ શકી નથી અને ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.

મૃતદેહ આમતેમ વિખાયેલા હતા

ઝારખંડમાં ગેસ સિલિન્ડક ભરેલી ટ્રક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 25થી વધારે લોકો ઘાયલ થયાની શક્યતાઓ સેવાય રહી છે. પોલીસે અને સ્થાનિકો દ્વારા ઘાયલ લોકોને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ બસમાં ફસાયેલા મૃતદેહને કટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ટ્રક અને બસ વચ્ચે અથડામણ થતા બસમાં સવાર લોકો બહારની તરફ ફેંકાયા હતા અને હાઈવે પર મૃતદેહ વિખરાયેલા પડ્યા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનના સીનિયર અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ધુમ્મસના કારણે અકસ્માતની સંભાવના

પોલીસ અધિકારીઓની તપાસ પ્રમાણે કદાચ આ અકસ્માત ધુમ્મસના કારણે થયો હશે. ટ્રક ચાલકને સામેથી આવતી બસ દેખાઈ નહીં હોય. તેથી તેણે સીધી બસને ટક્કર મારી દીધી હશે. તે સમયે બસમાં સવાર ઘણાં લોકો ત્યારે ઉંઘતા હતા. જેથી પોતાનો બચાવ અને સાથી સવારને બતાવવાનો પ્રયત્નનો પણ સમય મળી શકયો ન હોય.

Most Popular

To Top