નવી દિલ્હી: (New Delhi) કોરોના સંક્રમણના (Corona transition) વધતા જતા કેસો વચ્ચે દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ (Weekend curfew) લાદવાનો નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે. આ દરમિયાન બિનજરૂરી કામ માટે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ (Prohibition) રહેશે. આ સિવાય ખાનગી ઓફિસોમાં (Private offices) માત્ર 50 ટકા કર્મચારીઓ જ હાજર રહેશે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિએન્ટના ઝડપથી વધતા કેસને પગલે મંગળવારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા (Deputy Chief Minister Manish Sisodia) એ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી છે.
સિસોદિયાએ કહ્યું કે શનિવાર અને રવિવારે વીકએન્ડ કર્ફ્યુ દરમિયાન ફક્ત આવશ્યક કામોને જ મંજૂરી (Approved) આપવામાં આવશે. એટલે કે બિનજરૂરી અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આવશ્યક સેવાઓ સિવાય અન્ય તમામ સરકારી કચેરીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ (Work from home) લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે, તો પછી ખાનગી ઓફિસોમાં મહત્તમ 50 ટકા હાજરી (50 percent attendance) મર્યાદા લાગુ થશે.
પબ્લીક ટ્રાન્સપોર્ટમાં (Public transport) લોકોની મુશ્કેલીને જોતા દિલ્હી સરકારે બસ અને મેટ્રોને (Metro) 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સિસોદીયાએ કહ્યું કે, બસ અને મેટ્રો 100 ટકા મુસાફરી ક્ષમતા સાથે ચાલુ રાખવામાં આવશે, પરંતુ તમામ યાત્રીઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. તેઓએ કહ્યું કે, મેટ્રો સ્ટેશનોની બહાર અને બસ સ્ટોપ પર ભેગી થતી ભીડને કાબુમાં રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સોમવારે દિલ્હીમાં કોરોનાના 4,000થી વધુ કેસ નોંધાયા હતા
સોમવારે દિલ્હીમાં કોરોનાના 4,099 કેસ નોંધાયા હતા, ત્યારબાદ સકારાત્મકતા દર વધીને 6.46 ટકા થઈ ગયો હતો. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે 30 અને 31 ડિસેમ્બરે દિલ્હીમાં જીનોમ સિક્વન્સિંગ (Genome sequencing) માટે મોકલવામાં આવેલા 85 ટકા સેમ્પલમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધશે તો વધુ નિયંત્રણો લાદવામાં આવશે.
હોસ્પિટલમાં 420 દર્દીઓ, 7 વેન્ટિલેટર પર છે
રાજધાનીમાં નવા કેસની સંખ્યા અને સકારાત્મકતા દર 18 મે પછી સૌથી વધુ છે. DDMA ના ગ્રેડેડ એક્શન પ્લાન હેઠળ, જો સળંગ બે દિવસ સુધી હકારાત્મકતા દર 5 ટકાથી વધુ હોય તો રેડ એલર્ટ (Red alert) જાહેર કરવામાં આવે છે, જેનો અર્થ છે ‘સંપૂર્ણ કર્ફ્યુ’ અને મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં હોસ્પિટલોમાં માત્ર 420 બેડ ભરેલા છે, જ્યારે અહીં કોરોના દર્દીઓ માટે 9,029 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. 124 દર્દીઓને ઓક્સિજનની જરૂર છે અને 7 વેન્ટિલેટર પર છે.