વડોદરા : શહેરના ખંડેરાવ માર્કેટમાં જૂની અદાવતને લઇને બે વેપારીઓ વચ્ચે મારામારી થતાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. વિસ્તારમાં માહોલ તંગ બનતા સમગ્ર મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બનાવ અંગે પ્રાપ્ત થયેલી પ્રાપ્ત થયેલી વિગતો અને માહિતી અનુસાર શહેરના ખંડેરાવ માર્કેટ ફ્રૂટ્સ બજારમાં પ્રદિપ તથા પિન્ટુ નામના વેપારીઓ દ્વારા પ્રકાશ વાનખેડે કે, જેઓ અહીં સિઝનલ પથારો લગાવી ધંધો કરે છે. સાથે જ મહારાષ્ટ્રથી આવતી ફ્રૂટ્સની ગાડીઓ ખાલી કરવા મજૂરી કામ પણ કરે છે.
એક મહિના અગાઉ પ્રદિપ અને પિન્ટુ નામના ફ્રૂટના વેપારીઓ દ્વારા પથારાને લગાડવા મુદ્દે ઝપાઝપી થઇ હતી. જે બાદ પોલીસ મથકે સમાધાન થયું હતું. આજે ફરી એકવાર વેપારીઓએ બાલક્રિશ્ન વામનરાવ વાનખેડે તથા પ્રકાશ વાનખેડે ઉપર બેઝબોલ વડે પાછળથી આવી હૂમલો કરી ફરાર થઇ ગયા હતો. જેના પગલે આસપાસમાં લોકટોળા એકત્રિત થઇ ગયા હતા. અને જે બાદ સમગ્ર મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે એનસી નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદિપ તથા પિન્ટુ ગુન્હાઇત ઇતિહાસ ધરાવતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.