આજના આપણા સમાજની સૌથી મોટી સમસ્યા એ છે કે જે વાત અશિક્ષિત અને અલ્પશિક્ષિત માણસો જલ્દી સમજી શકે છે તે વાત ઉચ્ચ શિક્ષિત માણસો સમજી શકતા નથી યા સમજવા જ માગતા નથી. આનું કારણ એ છે કે આપણો સાધનસંપન્ન, સુખી, શિક્ષિત વર્ગ જૂઠ, અજ્ઞાન અને અંધશ્રધ્ધાનો શિકાર બનેલો છે. ધર્મપ્રચારક વિદ્વાનો આપણા સમાજને એવો ઉપદેશ આપે છે કે આગળ વધેલો શિક્ષિત સમાજ જે સાધનસંપન્ન છે અને વિશેષ સુખ સુવિધાઓ ભોગવી રહ્યો છે. તે તેમના પૂર્વજન્મનાં શુભ કર્મો અને પ્રારબ્ધનું ફળ છે તથા તેમના ઉપર દેવી-દેવતાઓની અને તેમના ગુરુની કૃપા છે. વાસ્તવમાં 15 ટકા બળવાન ધનવાન વર્ગનું 85 ટકા નિર્બળ ગરીબ વર્ગ સામેનું આ કાવતરું છે. કારણ કે બળવાન વર્ગ નિર્બળ વર્ગના સર્વાંગી શોષણ વડે જ ધનવાન બન્યો છે એ હકીકત પ્રારબ્ધ અને પૂર્વજન્મના અંચળા નીચે છૂપાવવામાં આવે છે. શિક્ષિત સમાજ આર્થિક રીતે ફાવી ગયેલો હોવાથી તે પોતાની સ્વતંત્ર રીતે વિચારવા તૈયાર નથી.
કડોદ – એન. વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
શિક્ષિત સમાજ પોતાની સ્વતંત્ર બુધ્ધિથી વિચારવા તૈયાર નથી
By
Posted on