કચ્છ પ્રદેશ આજે કોલ્ડ વેવની બહાર આવી ગયા બાદ હવે અમદાવાદ હાડ થીજાવતી ઠંડીની ઝપટમાં આવી ગયુ છે. અમદાવાદમાં આજે સૌથી વધુ 9 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. રાજયમાં કાતિલ ઠંડી યથાવત રહેશે તેમ હવામાન વિભાગે કહ્યું હતું. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 9 ડિ.સે., ડીસામાં 10 ડિ.સે., વડોદરામાં 10 ડિ.સે., સુરતમાં 14 ડિ.સે., ભૂજમાં 15 ડિ.સે., નલિયામાં 12 ડિ.સે., અમરેલીમાં 12 ડિ.સે., ભાવનગરમાં 13 ડિ.સે.,રાજકોટમાં 12 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 11 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
રાજ્યમાં ઠંડી વધી, 9 ડિગ્રી ઠંડી સાથે અમદાવાદ ઠંડુગાર
By
Posted on