SURAT

DDI વિંગને આ ગ્રૂપના ત્યાંથી 4 કરોડ રોકડ અને 3 કરોડની બીનહીસાબી જવેલરી મળી આવી

સુરત: (Surat) ગયા પખવાડિયે આવકવેરા વિભાગની (Income Tax Department) ડીડીઆઇ વિંગ દ્વારા સંગિની ગ્રુપ અને અરિહંત ગ્રુપના ૪૦ જેટલા સ્થળો પર દરોડા પાડી ૬૫૦ કરોડના બેનામી વ્યવહારો પકડી પાડયા હતા. જેમાં ૩૦૦ કરોડના વ્યવહારો રોકડમાં થયા હતા. આ મામલામાં આવકવેરા વિભાગને વેસુમાં આવેલા સેફ ડિપોઝીટ વોલ્ટમાં હીરા અને જવેલરી (Diamond and Jewelry) મુકવામાં આવી હોવાની માહિતી મળતા શનિવારે આ વોલ્ટમાં તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગની સર્ચ કાર્યવાહી દરમિયાન ૪ કરોડ રૂપિયાની રોકડ બીનહિસાબી મળી આવી હતી. જયારે ૩ કરોડના સોના-ચાંદીના દાગીના પણ બીનહિસાબી મળી આવ્યા હોવાથી જપ્ત કરવામાં આવ્યા હતા.

  • સંગિની અને અરિહંત ગ્રુપના ૬૫૦ કરોડના બીનહિસાબી વ્યવહારોનું પ્રકરણ
  • આવકવેરા વિભાગની ડીડીઆઇ વિંગને ૪ કરોડ રોકડ અને ૩ કરોડની બીનહીસાબી જવેલરી મળી આવતા મામલો ચાર્જશીટ મૂકાયા પછી ઇડીને સોંપવામાં આવશે
  • આવકવેરા વિભાગની ડીડીઆઇ વિંગે વેસુના સેફ ડિપોઝીટ વોલ્ટમાં તપાસ કરી

૩૦૦ કરોડ પૈકી ૨૦૦ કરોડનું જમીન મિલકતમાં રોકાણ અને ૧૦૦ કરોડની લોન રોકડ સ્વરૂપે ટ્રાન્જેકશન કરવામાં આવી હતી. આ મામલામાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી ૭ કરોડની માલમત્તા બીનહિસાબી મળી આવી હોવાથી આવકવેરા વિભાગ કોર્ટમાં ચાર્જશીટની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ મામલો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટને સોંપી શકે છે. કારણકે મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે.

દિલ્હી એરપોર્ટના એરકાર્ગો યુનિટે ૧૦૮૨ કેરેટના પોલિશ્ડ ડાયમંડનો જથ્થો જપ્ત કર્યો

સુરત: દિલ્હી એરપોર્ટના એરકાર્ગો કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે એરપોર્ટના કાર્ગો ટર્મિનલમાં તપાસ કરવામાં આવતાં ૫ હજાર રૂપિયાની કિંમતના પ્લાસ્ટિક હોટ ફિકસ બોકસમાં કસ્ટમ ડિકલેરેશન વિના મોકલવામાં આવી રહેલા ૧૦૮૨ કેરેટ વજનવાળા તૈયાર હીરાનો લોટ પકડી પાડવામાં આવ્યો છે. ગત શુક્રવારે દિલ્હી એરપોર્ટ કસ્ટમે આ કાર્યવાહી કરી હતી. જેમાં હોંગકોંગ મોકલવામાં આવી રહેલા પ્લાસ્ટિક હોટ ફિકસની આડમાં ૧.૫૬ કરોડના તૈયાર હીરા મુકવામાં આવ્યા હતા. મુંબઇ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ વિંગ લાંબા સમયથી સક્રિય રહેતા હીરાની દાણચોરી કરનારાઓએ હવે દિલ્હી એરપોર્ટના કાર્ગો ટર્મિનલથી પાર્સલ થતી હીરા મોકલવાનું શરૂ કર્યું છે.
પોલિશ્ડ ડાયમંડ સુરતમાં તૈયાર થયાની આશંકા છે અને દિલ્હીથી હોંગકોંગ મોકલવામાં આવી રહ્યા હતા. ૧.૫૬ કરોડના હીરાના જથ્થામાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, હાફકટ ડાયમંડ, પાઉચમાં લપેટી પ્લાસ્ટિક હોટ ફિકસમાં સંતાડી બોકસમાં પેક કરી હોંગકોંગ જઇ રહેલી ફલાઇટમાં પહોંચે તે પહેલાં પકડી પાડવામાં આવ્યા હતા.

Most Popular

To Top