દમણ : દમણમાં માસૂમ કિશોર સાથે અમાનુષી વર્તન કર્યાની ઘટના સામે આવી છે. અહીં 12થી 14 વર્ષની ઉંમરના બાળકને લોકોએ પકડી નગ્ન કરી તેને થાંભલા સાથે બાંધી માર માર્યો છે. લોકોએ તેનો વીડિયો પણ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ કિશોર પર ચોરીનો આક્ષેપ લોકો લગાડી રહ્યાં હતાં. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
સોશિયલ મિડિયામાં (Social media) વાયરલ થયેલા વિડીયો (Viral Video) અને મળેલી માહિતી પ્રમાણે રવિવારનાં રોજ દમણનાં (Daman) મોટી દમણ બામણપુજા વિસ્તારમાં હાટ બજાર ભરાયો હતો. જેમાં એક 12 થી 14 વર્ષનો કિશોર (Boy) હાટ બજારમાં ચોરી કરી રહ્યો હોય એવા આક્ષેપ (Allegation of theft) સાથે અમુક લોકોએ તેને પકડી પ્રથમ ઢોલથાપટો મારી (People hit) હતી. જેને લઈ બાળક રડવા લાગ્યો હતો. (The teenager cried) ત્યારબાદ વિડીયોમાં જોવા મળે છે એ પ્રમાણે એક વ્યક્તિએ કિશોરનો હાથ મરોડી તેને પકડ્યો હતો. ત્યારબાદ અન્ય એક વ્યક્તિ તેને ચંપલ વડે માર મારે છે. એટલું જ નહીં પણ તેના પગ ઉપર એક અન્ય વ્યક્તિ ઉભો રહી જાય છે. જેને લઈ કિશોર જોર જોરથી રડી આજીજી કરતો જોવા મળ્યો હતો. આટલાથી મન નહીં ભરાયું હોય એમ બાળકને માર મારનાર લોકોએ કિશોરનાં કપડાં કાઢી સાઈનબોર્ડનાં એંગલ સાથે તેને નગ્ન કરી બાંધ્યા (Naked and tied to a pole) બાદ માર માર્યો હતો.
સમગ્ર ઘટનાં એક પોલીસ કર્મીની હાજરીમાં ઘટી હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈ દમણ બાળ કલ્યાણ વિભાગ હરકતમાં આવ્યું હતું. અને આ મામલે સોમવારે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ ઘટનામાં દાખલ થયેલા ગુના બાદ પણ પોલીસ (Police) વિભાગ તરફથી કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં નહીં આવતાં પોલીસ કામગીરી સામે પણ આંગળી ચિંધાઈ રહી છે. ત્યારે હાલ તો લોકોનાં મારનો ભોગ બનેલો કિશોર ક્યાંનો રહેવાસી છે અને એ ક્યાં છે એ દિશામાં તેની શોધખોળ ચાલી રહી છે. સાથે વિડીયોમાં માર મારનાર લોકો પણ કોણ હતા એ આઈડેન્ટિફાય કરી તેમને પણ પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.