દિલ્હી: ભારત (India)ની રાજધાની દિલ્હી (Delhi)માં ઓમિક્રોન (Omicron)નો પ્રથમ પોઝિટિવ (Positive) કેસ મળી આવ્યો છે. તાન્ઝાનિયા (Tanzania)થી દિલ્હી (Delhi) આવેલા મુસાફરમાં ઓમિક્રોનના લક્ષણા દેખાતા તંત્રમાં ફફડાટ જોવા મળ્યો છે. ઓમિક્રોન સંક્રમિત દર્દીની ઉંમર 37 વર્ષની છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને (Health Minister Satyendra Jain) કહ્યું કે 12 સંક્રમિત દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ (Sample genome sequencing) માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક દર્દીના રિપોર્ટમાં ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) જોવા મળ્યો છે. વધુમાં મંત્રીએ કહ્યું કે જેઓ વિદેશથી મુસાફરી કરીને આવી રહ્યા છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીની એલએનજેપી (LNJP)માં અત્યાર સુધીમાં 17 પોઝિટિવ દર્દીઓ દાખલ છે. 12 લોકોની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી, જેમાંથી 1 ઓમિક્રોનનો દર્દી હોવાનું જાણવા મળ્યું છે.
દેશમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. દેશમાં હવે ઓમિક્રોન કુલ 5 કેસ નોંધાયા છે. જેમાંથી 2 કર્ણાટકમાં , 1 ગુજરાતમાં, 1 મુંબઈમાં અને હવે 1 દિલ્હીમાં પણ કેસ નોંધાયો છે. કર્ણાટકમાં મળી આવેલા દર્દીઓની ઉંમર 66 અને 46 વર્ષ છે. બંને દર્દીઓમાં હળવા લક્ષણો હતાં અને બંને દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. ગુજરાતમાં પણ શનિવારે 72 વર્ષના દર્દીમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થતાં પ્રથમ કેસ નોંધાયો હતો. આ દર્દી ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો. તે જ સમયે, મુંબઈમાં, દક્ષિણ આફ્રિકા અને દુબઈથી આવેલા એક વ્યક્તિમાં ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે.
મુંબઈમાં 17 શંકાસ્પદ કેસ
મુંબઈના ડોમ્બીવલીમાં મર્ચન્ટ નેવીના એન્જિનીયર ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યા છે. મુંબઈમાં ઓમિક્રોનના 17 શંકાસ્પદ કેસ થઈ ગયા છે, જેમાંથી 13 મુસાફરો અને ચાર તેમના કોન્ટેક્ટ્સ છે. તેમના રિપોર્ટ આગામી બે-ત્રણ દિવસમાં આવશે. બીજી તરફ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ લગભગ 17 શંકાસ્પદ કેસ છે. BMCએ કહ્યું કે તેમની પાસે 3,760 મુસાફરોની યાદી છે જેઓ હાઇ-રિસ્ક દેશોમાંથી આવ્યા છે. તેમાથી 2,794 લોકોને ટ્રેસ કરીને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
બીજી તરફ દિલ્હીમાં શુક્રવાર સુધીમાં હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 12 હતી. હવે તે વધીને 15 થઈ ગઈ હતી.અધિકારીઓના જણાવ્યું પ્રમાણે આ 15 શંકાસ્પદ દર્દીઓને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 9 કોરોના પોઝિટિવ હતાં. જ્યારે બાકીના 6માં ગળામાં દુખાવો અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતાં. ગયા અઠવાડિયે જ દિલ્હી સરકારે એલએનજેપી હોસ્પિટલને ઓમિક્રોન સંક્રમિતની સારવાર માટે આરક્ષિત કરી હતી. LNJPના મેડિકલ ડિરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે જે ત્રણ નવા દર્દીઓ મળી આવ્યા છે તે બધા યુકેથી પરત ફર્યા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, બોત્સ્વાના, ન્યુઝીલેન્ડ, મોરેશિયસ, સિંગાપોર, ઝિમ્બાબ્વે, ઇઝરાયેલ અને હોંગકોંગને હાઈરીસ્ક દેશોની લીસ્ટમાં મૂક્યા છે. આ સાથે આ દેશોમાંથી આવતા મુસાફરો માટે RTPCR ટેસ્ટ જરૂરી છે. પરિણામ આવ્યા બાદ જ આ મુસાફરો એરપોર્ટ છોડી શકે છે. અને ત્યાર બાદ પણ તેઓએ 7 દિવસ માટે હોમ ક્વોરન્ટિન થવું પડશે. સાથે જ સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.