બેલ્જિયન માલિનોઈસ જાતિના કૂતરાઓ વિશિષ્ટ હુમલાઓ માટે પ્રશિક્ષિત છે. ખાસ તેમને સૈન્ય માટે તાલીમ આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સૈન્ય દ્વારા બેલ્જિયન માલિનોઈસ લશ્કરી કામગીરી માટે ઉપયોગમાં લેવાય છે. આતંકીઓને ઘેરવા અને આક્રમણ કરી તેમને હંફાવવામાં આ શ્વાન સફળ બાજીગર સાબિત થતાં આવ્યાં છે. ભારતીય સૈન્ય અનુસાર, કૂતરાઓની આ જાતિ તેમની ઉત્તમ ચપળતા, સહનશક્તિ, ડંખ મારવાની ક્ષમતા, બુદ્ધિમત્તા અને તાલીમ ક્ષમતા માટે જાણીતી છે. તેઓ શ્વાનની શ્રેષ્ઠ જાતિઓમાંની એક છે, જે સુરક્ષા કામગીરીમાં સશસ્ત્ર દળોને મદદ કરે છે.
ભારતીય સેનાના આતંકવાદ વિરોધી એકમે કેનાઈન સ્ક્વોડમાં બેલ્જિયન માલિનોઈસની સુપર ચપળ અને પ્રશિક્ષિત જાતિના શ્વાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. વિશ્વભરનાં સશસ્ત્ર દળોની મનપસંદ જાતિ, બેલ્જિયન માલિનોઈસ તેમની અસાધારણ ચપળતા, સ્માર્ટ મન અને અવિશ્વસનીય સહનશક્તિ અને આક્રમકતા માટે પ્રખ્યાત છે. આ જાતિ તેના ખભા પર ઘણા વિજયપદક વહન કરે છે. ૨૦૧૧ માં, આ જાતિ ઓસામા બિન લાદેન ઓપરેશનમાં સામેલ હતી અને ૨૦૧૯ માં, તેણે સીરિયામાં અંધકારમય અને વિશ્વાસઘાત માર્ગ દ્વારા આઈએસાઈએસ આબાદ નેતા અબુ બકર અલ-બગદાદીનો શિકાર કર્યો હતો. તેમના નાના શરીરને કારણે, આ શ્વાન જર્મન શેફર્ડ્સથી વિપરીત, પેરાશૂટથી ઉતરવામાં અને વિમાનમાંથી ઝડપથી બહાર નીકળવા માટે ઉત્તમ છે.
દેશનાં જવાનો સરહદ પર બહાદુરીથી સામનો કરવા ઉપરાંત ષડયંત્રના ભોગ બની જતાં હોય છે,સરહદી વિસ્તારોની ભૂગોળ પણ એક સરખી નથી, ઊંચા પર્વતો,ઊંડી ખાઈ,છીછરાં પાણી અને ગુફાઓ,આતંકીઓ માટે છુપાવાનાં અનેક સાધનો સરહદ પર મળી જાય છે,અનેક આક્રમણ સરહદ પારથી ચોરી છૂપી ઘૂસી આવેલાં અંધારામાં કરે છે. હવે તેમના આક્રમણનો માર્ગ બહુ જલ્દી બંધ થઈ જશે, કારણ કે આપણી સેનાએ સંરક્ષણ સાથે આતંકને જડમૂળથી નામશેષ કરવાનું બીડું ઉપાડ્યું છે. જવાનો હવે આક્રમક વલણ સાથે આતંકીઓને શોધી કાઢશે,તેમને પાતાળમાંથી શોધી કાઢી અને હુમલો કરી તેમનાં કારસ્તાનો હંમેશ માટે પૂર્ણ કરવામાં બેલ્જિયન માલિનોઈસ અગત્યનો ભાગ ભજવવા છલાંગ મારી દોડતા થઈ ગયા છે.
ભારતીય સેનાના શ્વાનનો ઓચિંતો પ્રબળ હુમલો કરે તેવા ઉપયોગ તૈયારી કરી છે. ઉત્કૃષ્ટ ચપળતા, સહનશક્તિ, ઘ્રાણેન્દ્રિય ઉગ્રતા, બુદ્ધિ અને તાલીમક્ષમતા માટે જાણીતા છે. પ્રાથમિક તબકકે આ શ્વાન કાઉન્ટર ઈન્સર્જન્સી અને કાઉન્ટર ટેરરિઝમને નાથવા તાલીમબધ્ધ કરાયા છે,જ્યાં ત્રાસવાદીઓ નાગરિકો,સ્થાનિક પોલીસ અને સૈન્યબળ પર હુમલો કરી અદૃશ્ય થઈ જતાં રહ્યાં છે. તેમની ખબર કાઢવાનું કામ તાત્કાલિક ધોરણે થઈ રહ્યું છે. આતંકવાદીઓ પાતાળમાં હશે કે પહાડો,જંગલોમાં હશે તેમને બહાર નીકળવાનો રસ્તો મળે તે પહેલાં આ ચપળ પ્રાણી આગળ વધી તેમના પર હુમલો કરવાનો રસ્તો શોધી આપશે.
ભારતીય સૈન્યના શ્વાનો ચીફ ઓફ આર્મી સ્ટાફ કમ્મેન્ડેશન કાર્ડ્સ મેળવી ચૂક્યા છે. સોફી અને વિડાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો કારણ કે તેઓએ દેશની સેવા કરી હતી અને તેનું રક્ષણ કર્યું હતું. જવાનો સાથે શસ્ત્રો હોય એ સ્વાભાવિક છે પણ જમીનની અંદર સુરંગમાં વિસ્ફોટક પદાર્થો દબાવેલા હોય,ગમે ત્યારે ફાટી નીકળવાના હોય કે અમરનાથ યાત્રા ચાલતી હોય ત્યારે કોઈ જાળ બિછાવેલી હોય ત્યારે શ્વાન જ વિપદા સૂંઘી આફત ટાળે છે! હવે આફત પર ત્રાટકવાની સૈન્યમાં જવાનોની આગળ ફાળ ભરી આતંકીઓને નેસ્તનાબૂદ કરવા સામેલ થઇ ગયા છે બેલ્જિયન માલિનોઈસ! -મુકેશ ઠક્કર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બેલ્જિયન માલિનોઈસ જાતિના કૂતરાઓ વિશિષ્ટ હુમલાઓ માટે પ્રશિક્ષિત છે. ખાસ તેમને સૈન્ય માટે તાલીમ આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સૈન્ય દ્વારા બેલ્જિયન માલિનોઈસ લશ્કરી કામગીરી માટે ઉપયોગમાં લેવાય છે. આતંકીઓને ઘેરવા અને આક્રમણ કરી તેમને હંફાવવામાં આ શ્વાન સફળ બાજીગર સાબિત થતાં આવ્યાં છે. ભારતીય સૈન્ય અનુસાર, કૂતરાઓની આ જાતિ તેમની ઉત્તમ ચપળતા, સહનશક્તિ, ડંખ મારવાની ક્ષમતા, બુદ્ધિમત્તા અને તાલીમ ક્ષમતા માટે જાણીતી છે. તેઓ શ્વાનની શ્રેષ્ઠ જાતિઓમાંની એક છે, જે સુરક્ષા કામગીરીમાં સશસ્ત્ર દળોને મદદ કરે છે.
ભારતીય સેનાના આતંકવાદ વિરોધી એકમે કેનાઈન સ્ક્વોડમાં બેલ્જિયન માલિનોઈસની સુપર ચપળ અને પ્રશિક્ષિત જાતિના શ્વાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. વિશ્વભરનાં સશસ્ત્ર દળોની મનપસંદ જાતિ, બેલ્જિયન માલિનોઈસ તેમની અસાધારણ ચપળતા, સ્માર્ટ મન અને અવિશ્વસનીય સહનશક્તિ અને આક્રમકતા માટે પ્રખ્યાત છે. આ જાતિ તેના ખભા પર ઘણા વિજયપદક વહન કરે છે. ૨૦૧૧ માં, આ જાતિ ઓસામા બિન લાદેન ઓપરેશનમાં સામેલ હતી અને ૨૦૧૯ માં, તેણે સીરિયામાં અંધકારમય અને વિશ્વાસઘાત માર્ગ દ્વારા આઈએસાઈએસ આબાદ નેતા અબુ બકર અલ-બગદાદીનો શિકાર કર્યો હતો. તેમના નાના શરીરને કારણે, આ શ્વાન જર્મન શેફર્ડ્સથી વિપરીત, પેરાશૂટથી ઉતરવામાં અને વિમાનમાંથી ઝડપથી બહાર નીકળવા માટે ઉત્તમ છે.
દેશનાં જવાનો સરહદ પર બહાદુરીથી સામનો કરવા ઉપરાંત ષડયંત્રના ભોગ બની જતાં હોય છે,સરહદી વિસ્તારોની ભૂગોળ પણ એક સરખી નથી, ઊંચા પર્વતો,ઊંડી ખાઈ,છીછરાં પાણી અને ગુફાઓ,આતંકીઓ માટે છુપાવાનાં અનેક સાધનો સરહદ પર મળી જાય છે,અનેક આક્રમણ સરહદ પારથી ચોરી છૂપી ઘૂસી આવેલાં અંધારામાં કરે છે. હવે તેમના આક્રમણનો માર્ગ બહુ જલ્દી બંધ થઈ જશે, કારણ કે આપણી સેનાએ સંરક્ષણ સાથે આતંકને જડમૂળથી નામશેષ કરવાનું બીડું ઉપાડ્યું છે. જવાનો હવે આક્રમક વલણ સાથે આતંકીઓને શોધી કાઢશે,તેમને પાતાળમાંથી શોધી કાઢી અને હુમલો કરી તેમનાં કારસ્તાનો હંમેશ માટે પૂર્ણ કરવામાં બેલ્જિયન માલિનોઈસ અગત્યનો ભાગ ભજવવા છલાંગ મારી દોડતા થઈ ગયા છે.
ભારતીય સેનાના શ્વાનનો ઓચિંતો પ્રબળ હુમલો કરે તેવા ઉપયોગ તૈયારી કરી છે. ઉત્કૃષ્ટ ચપળતા, સહનશક્તિ, ઘ્રાણેન્દ્રિય ઉગ્રતા, બુદ્ધિ અને તાલીમક્ષમતા માટે જાણીતા છે. પ્રાથમિક તબકકે આ શ્વાન કાઉન્ટર ઈન્સર્જન્સી અને કાઉન્ટર ટેરરિઝમને નાથવા તાલીમબધ્ધ કરાયા છે,જ્યાં ત્રાસવાદીઓ નાગરિકો,સ્થાનિક પોલીસ અને સૈન્યબળ પર હુમલો કરી અદૃશ્ય થઈ જતાં રહ્યાં છે. તેમની ખબર કાઢવાનું કામ તાત્કાલિક ધોરણે થઈ રહ્યું છે. આતંકવાદીઓ પાતાળમાં હશે કે પહાડો,જંગલોમાં હશે તેમને બહાર નીકળવાનો રસ્તો મળે તે પહેલાં આ ચપળ પ્રાણી આગળ વધી તેમના પર હુમલો કરવાનો રસ્તો શોધી આપશે.
ભારતીય સૈન્યના શ્વાનો ચીફ ઓફ આર્મી સ્ટાફ કમ્મેન્ડેશન કાર્ડ્સ મેળવી ચૂક્યા છે. સોફી અને વિડાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો કારણ કે તેઓએ દેશની સેવા કરી હતી અને તેનું રક્ષણ કર્યું હતું. જવાનો સાથે શસ્ત્રો હોય એ સ્વાભાવિક છે પણ જમીનની અંદર સુરંગમાં વિસ્ફોટક પદાર્થો દબાવેલા હોય,ગમે ત્યારે ફાટી નીકળવાના હોય કે અમરનાથ યાત્રા ચાલતી હોય ત્યારે કોઈ જાળ બિછાવેલી હોય ત્યારે શ્વાન જ વિપદા સૂંઘી આફત ટાળે છે! હવે આફત પર ત્રાટકવાની સૈન્યમાં જવાનોની આગળ ફાળ ભરી આતંકીઓને નેસ્તનાબૂદ કરવા સામેલ થઇ ગયા છે બેલ્જિયન માલિનોઈસ!
-મુકેશ ઠક્કર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.