નડિયાદ: નડિયાદ શહેરના પેટલાદ રોડ ઉપર કોરોનાનો કેસ મળી આવ્યા બાદ હાલમાં આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ના કેસ મળી આવેલ છે. જેથી આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા જોખમાય નહિ તે હેતુથી તકેદારીના પગલારૂપે વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવા અધિક ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ દ્વારા કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
જેમાં ડો. અરૂણકુમાર રામ રસ્તોગી, નડીઆદ શહેરના ૫૦૧, ફ્લોર-૫ શ્રીકુંજ પેટલાદ રોડ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સબંધિત ફરજો) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે. આ હુકમની અમલવારી બીજી સુચના ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. ખેડા જીલ્લામાં ફરજ બજાવતા ના.પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબલ સુધીઆ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.