તાજેતરમાં જ ગાંધીનગરમાંથી એક લગભગ ૯ માસનું અજોડ અતિ સુંદર બાળક બીનવારસી મળી આવતાં લોકોએ પોલીસમાં જાણ કરતાં પોલીસનાં ધાડેધાડા સ્થળ પર પહોંચી ગયા હતા . પોલીસ તપાસ એસ.પી. મયુર ચાવડા તેમજ આઈ.જી.અભેસિંહ ચુડાસમાનાં સીધા માર્ગદર્શન હેઠળ તેમજ ખુદ ગૃહ રાજ્યપ્રધાન શ્રી હર્ષ સંઘવી સાહેબની કડક સૂચના મળવાથી તેમાં વીજળીક ગતિ આવી હતી. આ અતિશય ગુંચવણભર્યા કેસનો પોલીસ દ્વારા ફક્ત વીસ જ કલાકમાં ઊકેલ લાવવામાં આવ્યો હતો.
પોલીસની શંકાસ્પદ તપાસ ઠેઠ સેંકડો ગામો, કસ્બા સુધી વિસ્તરી હતી. તેમાં પોલીસો સાથે હજારો ગામડાનાં, કસ્બાના રહેવાસીઓ જોડાયા હતા. ટી.વી. ચેનલોએ પણ આ કેસનાં હૃદયદ્રાવક દૃશ્યો બતાવી કેસને વીજળીક વેગ આપ્યો હતો. પોલીસની સાથો સાથ સમગ્ર ગુજરાત પણ રાતભર જાગૃત રહ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી લાગણીઓના ઘોડાપુરે માનનીયશ્રી ગૃહપ્રધાનનો ફોન સતત રણકતો રહ્યો હતો. સમગ્ર રાજ્યમાંથી આ તરછોડાયેલ બાળકને દત્તક લેવાની હોડ જામી હતી.
ગુજરાતીઓની છાપ બગાડવામાં દેશમાં એક વિશિષ્ટ અભિયાન આજે પણ સક્રિય છે. ગુજરાતીઓ વિકાસની દ્રષ્ટિએ ,સામાજિક દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ કે ધાર્મિક દ્રષ્ટિએ કે સાહસીક દ્રષ્ટિએ આ દેશમાં બીનહરીફ છે. ગુજરાતીઓ શારીરિક દ્રષ્ટિએ અત્યંત નબળા , ભાત ખાઉ, લુચ્ચું વ્યાપારી માનસ ધરાવતા હોવાનો સુવ્યવસ્થિત પ્રચારની કોઈ વિઘાતક અસર ગુજરાતી પર પડતી નથી.સ્વાતંત્ર્ય ચળવળમાં દેશને સ્વતંત્રતા અપાવવાના લોહિયાળ સંઘર્ષમાં મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ જેવા ગુજરાતી નેતાઓએ દેશને સફળતાથી દોરીને આઝાદી અપાવી છે. દેશનાં ઉદ્યોગ જગતમાં પણ ગુજરાતીઓ બીનહરીફ છે ગુજરાતીઓ કદી પણ પીછેહઠ કરતા નથી.
ભેસ્તાન – બી .એમ. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.