ભારતીય વાયુસેનાના (Indian Air Force) ગ્રુપ કમાન્ડર (Commander) અભિનંદન વર્ધમાનને (Abhinadan wardhman) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) દ્વારા વીરચક્રથી (Veer Chakra) સમ્માનિત કરાતાં પાકિસ્તાનને (Pakistan) મરચાં લાગ્યાં હતા. પાકિસ્તાને કહ્યું કે ભારત દરેક વાતને તોડીમરોડીને રજુ કરે છે અને જુઠ્ઠાણું ચલાવે છે. બાલાકોટ એરસ્ટ્રાઇક (Balakot Air Strike) બાદ અભિનંદને પાકિસ્તાનનું એફ 16 ફાઇટર જેટ (એફ-16 fighter Jet plane) વિમાન તોડી પાડ્યું હતું. જોકે વિમાન તોડી પાડવાનો દાવો પાકિસ્તાન નકારી રહ્યું છે. 2019માં બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ અભિનંદને મિગ-21થી પાકિસ્તાનનું એફ 16 ફાઇટર વિમાન તોડી પાડ્યું હતું. અભિનંદન વર્ધમાનને મળેલા સમ્માનને સૈન્યના પ્રોટોકોલ (આચાર સંહિતા) વિરુદ્ધનું કૃત્ય પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ગણાવ્યું છે.
અભિનંદનને વીરચક્ર એનાયત કરાતા પાકિસ્તાનનાં ઘણા રાજકીય નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. પીપીપીના (PPP) વાઇસ પ્રેસિડન્ટ શેરી રહમાને અભિનંદનનાં વીરચક્ર સંદર્ભે લખ્યું કે શું ખરેખર એવું થઇ રહ્યું છે? પાકિસ્તાનની કસ્ડીમાં ચા પીનારાને એવોર્ડ મળી રહ્યો છે? પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ડિજિટલ મીડિયાના પ્રવક્તા અર્સલાન ખાલિદે પણ વિવાદસ્પદ ટ્વીટ કર્યુ હતુ્ં. તો બીજી તરફ એક પાકિસ્તાનનાં નાગરિકનું કહેવું હતું કે અભિનંદનને તેમના સાહસ, શાંત સ્વભાવ, સૂઝબૂઝ માટે વીરચક્ર આપી શકતાં હતાં, ભારતે એફ-16 એંગલ જોડ્યું કેમ? કોઇપણ આંતરરાષ્ટ્રીય સ્ત્રોતે પુરવાર કર્યું નથી કે અભિનંદને એફ 16 ફાઇટર વિમાન તોડી પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામાં હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાતે પાકિસ્તાનનાં બાલાકોટ વિસ્તારમાં એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં લગભગ 300 જેટલા આતંકી માર્યા ગયા હતા. પરંતુ બીજા દિવસે બોખલાયેલું પાકિસ્તાન ભારતની સરહદમાં ઘૂસવાની હિંમત કરી હતી ત્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની વાયુસેનાને ઊભી પૂંછડિએ ભગાડ્યું હતું. એ સમયે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતી ઊભી થઈ હતી. એ સમયે વિંગ કમાન્ડર અભિનંદન એમઆઈજી-21 વિમાની ઉડાવી રહ્યાં હતા. એમઆઈજી-21થી અભિનંદને પાકિસ્તાનનાં એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. સાથે જ અભિનંદનનું વિમાન પાકિસ્તાનની સીમામાં જઈને પડ્યું હતું. ત્યારપછી પાકિસ્તાનની સેનાએ અભિનંદને બંધક બનાવી લીધા બાદ 60 કલાક પછી અભિનંદને છોડવામાં આવ્યો હતો.