કેન્દ્ર સરકાર દ્વારા સંચાલીત ભારતીય પોસ્ટ વિભાગ આધુનિક ટેકનોલોજી અપનાવી ઘણો વિકાસ કર્યો છે. પોસ્ટ પણ બેંક જેવું કાર્ય કરતી એક સરકારી સંસ્થા થઈ ગઈ છે પરંતુ હજુ પણ સુધારો જરૂરી છે કેમકે આજે પણ પોસ્ટમાં કે.વી.પી., એમ.આઈ.એસ. કે ડીપોઝીટની સ્કીમ હેઠળ મુકેલી 265 પાત્રની તારીખે ક્લીગર કરી ખાતામાં જમા કરાવી પછી એજ સ્કીમમાં એજ સમય અને એજ રકમ ફરી મુકવા માટે નવેસરથી ફોર્મ ભરવું પડે છે. આ માટે પોસ્ટ વિભાગ સંચાલીત વહીવટી વિભાગે બેન્કની જેમ રીન્યુઅલ પધ્ધતી અમલમાં મુકવી જોઈએ એટલે પાકતી રકમ એજ તારીખે અને એટલાજ સમય માટે રીન્યુ થઈ જાય એટલે નવા ફોર્મ ભરવાની વિધી માંથી ગ્રાહકોને રાહત મળે અને સ્ટેશનરી અને સમયનો પણ બચાવ થાય.
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
રીન્યુઅલ પોસ્ટવિભાગ પધ્ધતી અમલમાં લાવો !
By
Posted on