Dakshin Gujarat

ડાંગનાં સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ધોધમાર વરસાદથી રેલમછેલ

ડાંગ: (Dang) સાપુતારા (Saputara) ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં સોમવારે સાંજનાં અરસામાં ધોધમાર સ્વરૂપેનો કમોસમી વરસાદ (Rain) તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. કમોસમી વરસાદી તાંડવે ઉભા સહિત કાપણી કરેલા પાકોને ઘમરોળતા ડાંગી ખેડૂતો બેહાલ બની ગયા હતા. સોમવારે સાંજનાં અરસામાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં આવેલા શામગહાન પંથકનાં ગામડાઓમાં (Village) થોડા અરસા માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા માર્ગો ઉપર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

સોમવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબિર સહિત પંથકોનાં ગામડાઓમાં સાંજનાં અરસામાં વીજળીનાં કડાકા ભડાકામાં કમોસમી માવઠું તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કમોસમી વરસાદનાં પગલે ઉભા અને કાપેલા પાકોને જંગી નુકસાન થતા ડાંગી ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. સોમવારે સાંજનાં અરસામાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં આવેલા શામગહાન પંથકનાં ગામડાઓમાં થોડા અરસા માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા માર્ગો ઉપર પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાપુતારા પંથકમાં સોમવારે મોડી સાંજે પડેલા કમોસમી વરસાદનાં પગલે શાકભાજી જેવા પાકોને જંગી નુકસાન થયું હતું. ડાંગમાં છેલ્લા પાંચેક દિવસથી સમયાંતરે કમોસમી માવઠું વર્તાતા ડાંગી ખેડૂતોને નુકસાન વેઠવાની નોબત ઉભી થઈ છે ત્યારે વહીવટી તંત્ર ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવે તે જરૂરી બની ગયું છે.

કપરાડા તાલુકા મથક સહિત સલગન વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વલસાડ : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સોમવારે અચાનક વાદળછાયું હવામાન થયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે લોકો અટવાયા હતા અને ખેડૂતો ચિંતામાં પડ્યા છે. ગત અઠવાડિયે વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને લઈ બે દિવસ વરસાદ પડતાં રવિ પાક અને ખલીમાં મુકેલા ડાંગરના પાકને નુકશાન પહોંચ્યું હતું. અગાઉ ડાંગરના તૈયાર પાકને કાપણી સમયે જ વરસેલા વરસાદે મોટું નુકસાન પહોચાડ્યું હતું. હવે બાકી બચેલા ડાંગરના પાકને પણ માવઠુંને લઈ નુકશાન પહોંચતા જગતનો તાત મુશ્કેલીમાં પડ્યો છે. સોમવારે કપરાડા સહિત કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠડક વ્યાપી ગઈ હતી.

માવઠા બાદ નવસારી – વલસાડ જિલ્લામાં લઘુત્તમ-મહત્તમ તાપમાનમાં ઘટાડો

નવસારી, વલસાડ : નવસારી – વલસાડ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યા બાદ નવસારીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહ્યું છે. આજે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ગરમી યથાવત રહી હતી. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 19.0 ડિગ્રી નોંધાયું હતું.
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાઈ હોવાથી નવસારી જિલ્લામાં ચોમાસુ જામ્યું હોય તેમ કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડ્યા બાદ પણ નવસારી જિલ્લાના વાતાવરણમાં કોઈ ફરક પડ્યો નથી. વરસાદ પડવા પહેલા લઘુત્તમ તાપમાન વધ્યું હતું. જોકે વરસાદ પડ્યા બાદ ઠંડી વધશે તેવી આશા સેવાઈ રહી હતી. પરંતુ ઠંડી તો દૂર ઠંડીની સીઝનમાં ગરમી અનુભવાઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી નવસારીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી કરતા વધુ નોંધાઈ રહ્યું છે. આજે લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી અને મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું હતું. સોમવારે લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી ગગડતા 22.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડતા 32.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 69 ટકા જેટલું ઉંચુ રહ્યું હતું. આજે પવનોએ દિશા બદલતા દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 3.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 % ટકા રહ્યું હતું.

Most Popular

To Top