તા. 27-10-21ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં.6 ઉપર ‘ફિંગર પ્રિન્ટ’કોલમમાં ‘સાવરકર માટે આટલો વિવાદ’શિર્ષક હેઠળનો શેખર ઐયરનો લેખ વાંચી લખવા પ્રેરાયો. સાવરકર ખરેખર વીર પુરુષ હતા, દેશભક્ત હતા. તેઓ બેરીસ્ટર ઈંગ્લેન્ડની સંસદમાં બોમ્બ ફોડ્યો હતો. ત્યાં પણ અંગ્રેજો વિરુધ્ધ ચળવળકરી હતી. તેમને અંગ્રેજ અધિકારીએ કહ્યું હતું, ‘તમે અંગ્રેજ વિરુધ્ધ પ્રવૃત્તિ ન કરો તો તમને બેરિસ્ટરનું પ્રમાણપત્ર આપીશું’. ત્યારે સાવરકરે કહ્યું હતું, મારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. હું મારા દેશને આઝાદ કરવા પ્રયાસ કરીશ જ. ‘કેટલી હિંમત!! અંગ્રેજોના ઘરમાં રહી અંગ્રેજો સામે લડતા!!
એક બીજું ઉદાહરણ અસ્થાને નથી આવી પ્રસ્તુત કરું છું. એક વખત અંગ્રેજ અધિકારી વીર સાવરકરની ધરપકડ કરવા તેમના ઘરે (ભારતમાં) આવ્યા ત્યારે વીર સાવરકરે કહ્યું હતું, ‘હું ટોઈલેટ જઈને આવું છું પછી તમે મારી ધરપકડ કરી શકો છો.’ ત્યારે અંગ્રેજ અધિકારીએ કહ્યું, ‘તમે ભાગી તો નહીં જાઓને?’ત્યારે સાવરકરે કહ્યું, ‘હવે હું ઘરડો થઈ ગયો છું. હવે ક્યાં ભાગી શકવાનો?’અંગ્રેજ અધિકારીએ કહ્યું, ‘તમે વૃધ્ધ છતાં પણ તમે સિંહ છો..’અંગ્રેજ અધિકારીને નિકોબારની જેલમાં ઘણા વર્ષો સુધી રાખવામાં આવ્યા હતા પણ જેલમાં રહી ત્યાં પણ અંગ્રેજો વિરુધ્ધ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. મહાત્મા ગાંધીજીની હત્યા બાબતમાં વીર સાવરકરને નિર્દોષ ઠેરવી કોર્ટે છોડી દીધા હતા. વીર સાવરકરે જ્ઞાતિવાદ વિરુધ્ધ પણ ચળવળ ચલાવી હતી તેની નોંધ લેવા જેવી છે.
નવસારી – મહેશ નાયક -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.