ભરૂચ: (Bharuch) આમોદના (Aamod) કાંકરિયામાં (Kankariya) લોભ લાલચના નામે હિન્દુમાંથી (Hindu) મુસ્લિમ (Muslim) ધર્મનો અંગીકાર ચર્ચાસ્પદ મુદ્દો એપી સેન્ટર બન્યો છે. ધર્માંતરણનો આંકડો વધીને ૧૫૦ સુધી પહોંચ્યો છે. આ બનાવમાં ૪ આરોપીને પાંચ દિવસનાં રિમાન્ડ આપ્યાં હતાં. રિમાન્ડમાં સઘન પૂછપરછમાં ૨૫ જેટલા મુસ્લિમે ધર્મ અંગીકાર બાદ જે-તે નાગરિકના મુસ્લિમ નામવાળાનો આધારકાર્ડ (Aadhar card) , સોગંદનામા (Affidavit ) તેમજ ગેઝેટની (Gadget) પ્રસિદ્ધિનું કામ સુરતનો સાડીનો મુસ્લિમ વેપારી (Muslim Trader) કરી આપતો હતો. મુસ્લિમ ધર્મ અપનાવનારાનાં પાંચ બાળકોને સુરતના (Surat) પલસાણાના (Palsana) સામરોદ (Samrod) ગામે “મદ્રસ-એ-ઇસ્લામિયા મદ્રેસા” (Madresa) માં ધાર્મિક શિક્ષણ (Religious education) અપાતું હોવાનો ચોંકાવનારો ખુલાસો રિમાન્ડ દરમિયાન થયો હતો. તેમજ કાંકરિયા ગામે ધર્માંતરણના ગુનાના આરોપીઓએ સામૂહિક ભંડોળ એકત્ર કરી લાખોના ખર્ચે એક કબ્રસ્તાન અને ઈબાદતગાહ બનાવ્યું છે. પોલીસ રિમાન્ડ દરમિયાન પાંચ જેટલા મુદ્દાની કબૂલાત કરી હતી.
આમોદ તાલુકાના કાંકરિયા ગામે ૩૭ કુટુંબના ૧૫૦ જેટલા ગરીબ આદિવાસીએ લોભ, લાલચ આપીને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. કાંકરિયાના જાગૃત નાગરિકે લોભ લાલચથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવાતો હોવાની ૯ જણા સામે આમોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ભારે સળવળાટ વ્યાપી ગયો હતો. પોલીસે મુસ્લિમ ધર્મ અપનાવનારા ચાર ઇસમની ધરપકડ કરી પાંચ દિવસનાં રિમાન્ડ મેળવ્યાં હતાં. તપાસ ચલાવતા ડીવાયએસપી એમ.પી.ભોજાણીએ પાંચ દિવસનાં રિમાન્ડની માહિતી આપતાં જણાવ્યું હતું કે, કાંકરિયામાં મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારાનાં પાંચ બાળકને સુરતના પલસાણાના સામરોદની ‘મદ્રસ-એ-ઇસ્લામિયા મદ્રેસા”માં ધાર્મિક શિક્ષણ અપાતું હતું. હજુ વધુ બાળકો મળવાની શક્યતા છે. આ મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ લેતાં મોહમદ અબ્દુલ અઝીઝ છગનભાઈ પટેલ (વિજય અજીત છગનભાઈ વસાવા), અસલમ આસિફ કનુભાઈ પટેલ (મહેશ અશોકભાઈ કનુભાઈ વસાવા), અબ્દુલ્લા મોહમદ યુસુફ જીવણભાઈ પટેલ (વિશાલ મહેન્દ્રભાઈ જીવણભાઈ વસાવા), અબ્દુલ રહેમાન મોહમદ યુસુફ જીવણભાઈ પટેલ (આયુષ મહેન્દ્રભાઈ જીવણભાઈ વસાવા) અને અહેમદ ઈબ્રાહીમ પુનાભાઈ પટેલ (ઇશાન જીતુભાઈ પુનાભાઈ વસાવા)નો સમાવેશ થાય છે.
મુસ્લિમ ધર્મ અંગીકાર કરતી વેળા ધર્મનું શિક્ષણ આપવા માટે આમોદ, જંબુસર, પાલેજ, નડિયાદ સહિતનાં સ્થળેથી મસ્જિદોના મૌલવી કે મુફતીઓ વારંવાર કાંકરિયા ગામે આવતા હતા. ધર્માંતરણના ગુનાના નવ આરોપી પૈકી અબ્દુલ મજીદ નામનો આરોપી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારાઓને અવારનવાર જંબુસરની મસ્જિદમાં નમાઝ પઢવા માટે લઇ જતો હતો. તેમજ ૨૫ જેટલા મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારાઓને આધારકાર્ડ, સોગંદનામા તેમજ ગેઝેટની પ્રસિદ્ધિનું કામ સુરતનો સાડીનો વેપારી મહંમદ બિલાલ મહંમદ ઇકબાલ મેમણ કરી આપતો હતો. આ પ્રવૃત્તિમાં સંકળાયેલા આરોપીઓએ રૂ.૧૨થી ૧૪ લાખ રૂપિયા સામૂહિક ભંડોળ એકત્ર કરી કાંકરિયા ગામે એક કબ્રસ્તાન અને ઈબાદતગાહ માટે ઝડપાયેલા અઝીઝને આપ્યા હતા. કબ્રસ્તાનની જમીનનું કામ વોન્ટેડ આરોપી આછોદના હસન ટીસલીએ રૂ.૪.૫૦ લાખના ખર્ચે કરાવી આપ્યું હતું. આ પ્રકરણમાં ઝડપાયેલા અઝીઝ અને વોન્ટેડ આરોપી હસન ટીસલીની મહત્ત્વની ભૂમિકા હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ધર્માંતરણનો કાયદો વર્ષ-૨૦૦૩માં અમલમાં આવ્યો હતો. વર્ષ-૨૦૦૩થી આજદિન સુધીમાં કલેક્ટરમાં ધર્માંતરણ બાબતે કેટલા નાગરિકોએ અરજી કરી એ બાબતે વિગતો મેળવાશે. વધુ મજબૂત કેસ તૈયાર કરવા માટે પીપી તરીકેની નિમણૂક કરવા માટે સરકારી વકીલ પરેશ પંડ્યાની દરખાસ્ત વિચારણા હેઠળ લેવાશે.