સુરત: (Surat) વરાછા (Varacha) ત્રીકમનગરમાં રહેતા ઓસ્વાલ પરિવાર (Oswal Family) અમદાવાદ લગ્ન (Marriage) પ્રસંગમાં હાજરી આપવા ગયો છે. ત્યારે તેમના ઘરે તસ્કરો (Thief) ગઈકાલે 2.50 લાખ રોકડ અને સોનાના ઘરેણા (Gold Ornaments) મળીને 4.90 લાખનો હાથફેરો કરી ગયા હતા. મુલચંદભાઈના ઓસ્વાલના ભાણેજે વરાછા પોલીસમાં 4.90 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ વધારે તપાસ હાથ ધરી છે.
વરાછા એલ.એચ.રોડ પર મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતો 27 વર્ષીય વિક્રમ સંજયભાઈ શાહ મુળ રાજસ્થાનના શીરોઈ જીલ્લાનો વતની છે. વિક્રમ ન્યુ ટીટી માર્કેટમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. શનિવારે સવારે તે અડાજણ ખાતે જૈન મંદિરમાં દર્શન માટે ગયો હતો. ત્યારે તેના કાકાના દિકરા કૃણાલનો તેના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો કે મામાના ઘરે ચોરી થઈ છે. જેથી વિક્રમ તુરંત વરાછા ત્રીકમનગર સોસાયટીમાં તેના મામા મુલચંદભાઈ વર્દીચંદ ઓસ્વાલના ઘરે ગયો હતો. ઓસ્વાલ પરિવાર અમદાવાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. વિક્રમે ઘરે જઈને જોતા દરવાજાનો નકુચો તુટી ગયો હતો. અંદર જઈને જોતા રૂમમં બેડ ઉપર સામાન અસ્ત વ્યસ્ત હતો. કબાટમાં જોતા રોકડ 2.50 લાખ રૂપિયા, સોનાનું મંગલસૂત્ર, સોનાનો સેટ, વીંટી, બુટ્ટી ઘરમાં મુકી હતી. આશરે આઠ તોલા 2.40 લાખના ઘરેણા મળી કુલ 4.90 લાખનો મુદ્દામાલ ગાયબ હતો. વિક્રમે મામાના ઘરે ચોરી થયાની ફરિયાદ વરાછા પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સરથાણામાં ઉછીના નાણાની ઉઘરાણી માટે ભાવનગરથી આવી યુવકને મારમારી ધમકી આપી
સુરત: શહેરના ડભોલીગામમાં રહેતા યુવકે ભાવનગર મિત્ર પાસેથી લીધેલા ઉછીના નાણા ચુકવી દીધા પછી પણ ભાવનગરથી સાગરીતો સાથે આવીને યુવકને માર મારી ધમકી આપતા સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડભોલીગામ શ્રી નગર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય ખનાજી હાલાજી ભાઠી મુળ ભાવનગર પાલીતાણાનો વતની છે. તે છેલ્લા છ મહિનાથી પત્ની દક્ષાબેન, પુત્ર રુદ્ર અને પ્રિયાંશુ સાથે રહી કાટીંગનો કમીશનથી ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પહેલા તે પાલીતાણા ખાતે રહેતો ત્યારે બે વર્ષ પહેલા ટ્રેકટર લેવા માટે તેના મિત્ર અલ્પેશ વિક્રમ વાઘેલા (પીપરડી પાલીતાણા ભાવનગર) પાસેથી ઉછીના નાણા લીધા હતા. તે ચુકવી પણ આપ્યા હતા. ત્યારબાદ ખનાજી ધંધા અર્થે સુરત આવી ગયા હતા. ખનાજીએ નાણા ચુકવી દીધા હોવા છતા અલ્પેશ અવાર નવાર ફોન કરી નાણાની ઉઘરાણી કરતો હતો. ગઈકાલે સાંજે અલ્પેશ તેની સાથે કિરણ દિપક મકવાણા, વિશાલ ગોરધન મકવામા અને પ્રહાલાદ પ્રેમજી ગોહિલ સાથે સુરત આવી ફોન કરી સરથાણા જકાતનાકા પાસે મળવા માટે બોલાવ્યો હતો. ખનાજીને ગાળાગાળી કરી લાફા મારી નાણા નહી આપે તો જીવતો નહી છોડીશુ તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સરથાણા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.