દરેક પિતાના ભાગ્યમાં પુત્રી નથી હોતી. રાજા દશરથ પોતાના ‘ચારેક દીકરાઓની જાન લઈને’ જયારે રાજા જનકના દ્વાર પર પહોંચ્યા ત્યારે રાજા જનકે સમ્માનપૂર્વક જાનૈયાઓનું સ્વાગત કર્યું. ત્યારે દશરથ રાજા આગળ વધીને જનક રાજાને પગે લાગ્યા!આશ્ચર્યચકિત થઇ જનક રાજાએ પગે પડેલ દશરથ રાજાને ઊભા કરીને કહ્યું, ‘મહારાજ તમે મોટા છો’ ‘વરપક્ષવાળા છો’ આવું તમે કેમ કરી રહ્યા છો? આ વાત પર દશરથ રાજાએ સુંદર વાત કરી, ‘મહારાજ, તમે દાતા છો’ ‘કન્યાદાન કરી રહ્યા છો’ હું તો ‘હાથ લંબાવવા આવ્યો છું!’ તમારા દરવાજે ‘કન્યા લેવા આવ્યો છું.’ હવે તમે જ જણાવો કે ‘સખી દાતા અને માંગણહાર આ બંનેમાં કોણ મોટું છે?’ આ સાંભળીને જનક રાજાની આંખમાંથી ‘અશ્રુધારા વહી પડી!’ ‘ભાગ્યશાળી’ હોય છે એ જેના ‘ઘરે સુપુત્રી હોય છે!’ આમ દરેક સુપુત્રીના ભાગ્યમાં પિતા હોય છે! કિન્તુ દરેક પિતાના ભાગ્યમાં સુપુત્રી નથી હોતી,એ વિધાતાની કસર અને જનેતાની કમનસીબી લેખાય.
સુરત – સુનીલ રા.બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.