સિંગવડ, : સિંગવડ તાલુકા ના ગોધરા ડેપો થી ચાલતી બસ સવારે 6.15 .12.30 અને 3.30 આ ત્રણ બસ ચાલતી હતી જે વચ્ચે કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવી હતી જે આજ દિન સુધી બસ ચાલુ નહીં કરાતા ગોધરાથી સીંગવડ (રંધીપુર )આવતા પેસેન્જરો માટે એક પણ બસ નહિ ચાલતા પેસેન્જરોને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે જ્યારે પેસેન્જરોને રંધીપુર આવવા માટે ગોધરા થી વાયા પીપલોદ થઈને રણધીકપુર આવવું પડતું હોય છે.
જ્યારે તેના માટે પેસેન્જરને ભાડું પણ વધારે થતું હોય છે અને તેનો ટાઈમ પણ વધારે થતો હોય છે જ્યારે આ બસો માટે ડેપો મેનેજર ને વારંવાર રજૂઆતો કરવા છતાં અને ગોધરા ડીસીને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ બસો ચાલુ થઈ નથી આ બસો ચાલુ નહિ થતા ગામડાના પેસેન્જરોને પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરવો પડતો હોય છે જે પેસેન્જરો ગોધરા થી રંધીપુર આવતા જતા હોય છે તે પેસેન્જર ને સવારે આવવા માટે બસ જ્યારે સાંજે ગોધરા જવા માટે બસ બહુ ઉપયોગી બને તેમ છે પરંતુ આ અંગે સરકારી તંત્રના અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓને આ બસો ચાલુ કરવામાં કોઇ રસ નથી તેમ લાગી રહ્યું છે પેસેન્જરોને કહેવું છે કે સરકારી બસો ચાલુ થશે કે પછી તેમને પ્રાઇવેટ વાહનોમાં ટગાઈને આવું જવું પડશે જ્યારે આ બસો ચાલુ હોય તો ગામડાની ગરીબ પ્રજાને આ બસોમાં લાભ મળી રહે અને ટાઈમ થી તેમના ઘરે જઇ શકે તેમ છે.