ડભોઇ: ડભોઇ નગરપાલિકા વોર્ડ નંબર 2 મોર વાલા જીન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા થી સ્થાનિક નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે જેથી સ્થાનિક નગરજનો માં તંત્ર સામે મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે. ડભોઇના મોરવાલા જીનમાં ભાજપના હોદ્દેદારો રહેતા હોવા છતાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણા અને ડ્રેનેજના ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે ડેન્ગ્યુ, મલેરિયા જેવી અનેક બીમારીઓ ઘર કરી ગઈ છે ત્યારે મોરવાલી જીનમાં ડ્રેનેજની સમસ્યાનો નિરાકરણ વહેલી તકે આવે તે માટે ભાજપના વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું નથી અને નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે કે શું નગર પાલિકાનું તંત્ર મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઇ રહ્યું છે ? શું એકાદ-બે નગરજનના જીવનનો ભોગ લેવાય ત્યારે જ જવાબદાર તંત્રની આખો ઉઘડશે ? જો રોગચાળો ફાટી નીકળે તો તેનો જવાબદાર કોણ ? સ્થાનિકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં ઉભરાતી ગટરો અને તેના ગંદા દૂષિત વહેતા પાણીને લઇ સ્થાનિકો અવર જવર કરવા પણ મુશ્કેલ બન્યું છે.
ડભોઇ મોરવાલા જીનમાં ડ્રેનેજની વિકટ સમસ્યા, સ્થાનિકો પરેશાન
By
Posted on