વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 9 કેસ મળી આવ્યા હતા.જ્યારે ચિકનગુનિયાના 20 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 2,375 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 1,564 પર પહોંચ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડાઉલ્ટીના 15 કેસ સામે આવ્યા હતા.
પાણીજન્ય રોગને કારણે 64 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 218 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 218 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 185 સેમ્પલમાંથી 9 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના ગોત્રી -2 , સમા -2 , પંચવટી -2 , કિશનવાડી , ફતેપુરા , તાંદલજા માંથી કેસો મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 107 કેસો પૈકી 20 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરના નવાયાર્ડ -2, ગોકુલનગર -2, તાંદલજા , ફતેપુરા , સુભાનપુરા -3, ગોત્રી , સમા , નવીધરતી -2 , મકરપુરા -2, તરસાલી , શિયાબાગ , રામદેવનગર -2 , પંચવટીમાંથી કેસ નોંધાયા હતા.તો બીજી તરફ મચ્છરોના કારણે 218 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 218 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.