સંતરામપુર : સંતરામપુર નગરપાલિકા દ્વારા 75 માઇક્રોન પ્લાસ્ટિકથી નીચેની ગુણવત્તાવાળા પ્લાસ્ટીકના ઝબલાનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. જે સંદર્ભે સરપ્રાઇઝ ચેકીંગ કરી 85 કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું.
સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચનાથી સંતરામપુર નગરમાં 75 માઇક્રોન પ્લાસ્ટિકથી નીચેની ગુણવત્તાવાળા પ્લાસ્ટિક ઝભલા તેમજ પ્લાસ્ટિકના ચેકીંગ માટે સેનેટરી ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકી, શોપ ઇન્સ્પેકટર નવીનભાઈ પ્રજાપતિ તથા સ્ટાફ ટીમ દ્વારા સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ દુકાનોના સ્થળે ચેકીંગ દરમિયાન 85 કિલો ગ્રામ હલકી ગુણવત્તાનું પ્લાસ્ટિક મળી આવતા પાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ રૂ.3700 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
સંતરામપુર પાલિકા દ્વારા 85 કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું
By
Posted on