બી.પી.એલ. મહિલાઓને એલ.પી.જી. જોડાણો પૂરા પાડવાની રાષ્ટ્રીય યોજનાની આઠ કરોડમી લાભાર્થી બનેલી અને સપ્ટેમ્બર 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉજ્જવલા પ્રમાણપત્ર મેળવનારી આયેશા શેખ માટે હલે ગેસ સિલિન્ડર માટે ચૂકવણી કરવા માટે પૈસા નથી.
આયશા શેખ આવી એકમાત્ર મહિલા નથી પરંતુ તેના જેવી હજારો મહિલા લાભાર્થીઓ છે જેઓ ગેસ સિલિન્ડરના ભાવ વધારા બાદ સિલિન્ડરની કિંમત ચૂકવી શકતી નથી. અન્ય લાભાર્થી મંદાબાઈ પાબલે, જેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના લોહગાંવના છે, પણ રાંધણ ગેસ માટે સિલિન્ડર ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
શેખ અને પાબલને તેમના સંબંધિત રસોડામાં માટીના ચૂલા માટે લાકડાનો ઉપયોગ કરતા હોવાનઓ અહેવાલ એક મરાઠી સ્થાનિક ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.
7 સપ્ટેમ્બર, 2019 ના રોજ, પીએમ મોદીએ 30 વર્ષની શેખને ઉજ્જવલા પ્રમાણપત્ર આપ્યું હતું, જેનાથી તેણી ‘લાભકર્તા નંબર 8 કરોડ’ બની હતી
આયશા કહે છે કે, એલપીજી સિલિન્ડરની કિંમત હવે મારા ઓરડાનાં ભાડા કરતાં વધી ગઈ છે. હું ભાડા માટે 600 રૂપિયા ચૂકવું છું જ્યારે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 700 રૂપિયાને વટાવી ગઈ છે. મારે શું કરવું જોઈએ? ગેસ સિલિન્ડર માટે ચૂકવણી કરૂં કે ઘરનો ખર્ચ જોઉં?
આયશા શેખ જેવી હજારો મહિલાઓ માટે હાલ સિલિન્ડર ખરીદવું પાલવે તેમ નથી કારણ કે એક મહિનાનાં ગાળામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 125 રૂ.નો વધારો થયો છે.