Vadodara

7.27 કરોડનું ફન્ડિંગ કરનાર સલાઉદ્દીન અને ઉમર ગૌતમને પકડવા ટીમ રવાના

વડોદરા: ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં 100 થી વધુ મસ્જીદો બનાવવામાટે સલાઉદ્દીન આણી મંડળીએ 7.27 કરોડ રૂપિયા ફંડીગ કર્યાના ચોંકાવનારા ઘટસ્ફોટે તો હજુ આરોપીઓના આવતા પહેલા જ થઇ ગયા હતા. સીટની ટીમે કટ્ટરવાદી આરોપીઓને યુપી થી લાવવા કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને એક ટીમ આજે રવાના થઇ ગઇ હતી. કટ્ટરવાદી સલાઉદ્દીન એમ મૌલવી ઉમર ગૌતમ સહિતના ક્રાઇમબ્રાન્ચના હાથમાં આવે તે પહેલા તો તેમના કાળા િચઠ્ઠા હાથમાં આવી જતા ક્રાઇમ બ્રાંચની ટીમો સહિતની પોલીસ દેશભરના રાજ્યોમાં દોડતી થઇ ગઈ છે.

સીટની ટીમના અધ્યક્ષ એસીપી ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે પોલીસે કોર્ટ કાર્યવાહી સત્વરે હાથ ધરીને ટ્રાન્સફર વોરંટ મેળવતા જ એક ટીમ ઉત્તરપ્રદેશ જવા માટે રવાના પણ થઇ ચૂકી છે. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે મુસ્લીમ દેશોમાંથી મેળવાયેલું અઢળક ફંડના નાણાંમાંથી સલાઉદ્દીન અને તેના સાગરીતોએ માત્ર બે વર્ષમાં એકસો થી વધુ નવી મસ્જીદો અને જૂની મસ્જીદોનું સમારકામ કરાવીને અદ્યતન બનાવડાવવા 7.27 કરોડ રૂપિયા ફંડ કર્યું હોવાના સચોટ અહેવાલ સાપડ્યા હતા. પોલીસને તો હવે એવી પણ શંકા જાગી છે કે કટ્ટરવાદી તત્વો દેશદ્રોહી અને ભાંગફોડીયા તત્વો સાથે મળીને દેશમાં અરાજકતા ફેલાવવાના ષડયંત્રો નથી રચી રહ્યા ને.

કારણકે કટ્ટરવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા (પીઆઇએફ), ઇસ્લામીક દાવા સેન્ટર (આઇડીસી) અને સોશ્યલ ડોમેસ્ટીક પાર્ટી ઓફ ઇન્ડીયાના (એસડીપીઆઇ) નામ જ જુદા છે બાકી એક જ મુસ્લીમ ધર્માંતરણની એક માત્ર કામગીરી કરવાની નેમ કનેક્શન મૌલવી ઉમર ગૌતમ અને જહાંગીર સાથે વર્ષોથી છે અને તેમની સાથે મળીને સલાઉદ્દીન શેખ દેશદ્રોહ સમાન ગુનાહીત કૃત્યો કરી રહ્યો છે. આ સંસ્થાઓએ મળીને નોઇડાની ડફ સોસાયટીમાં આપેલી આઠ રૂમની સ્કુલમાં બે વર્ષ પૂર્વે 18 મૂક બધિર ગરીબ અને મજબૂર લાચાર એવા બાળકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું તે કૌભાંડની ઊંડી તપાસ એટીએસે કરી ત્યાર પછી આ નાપાક તત્વો ઉપર શક વધુ મજબુત બન્યો હતો.  દેશભરમાં મુસ્લીમ ધર્મપરિવર્તનનો પ્રચંડ વાયરો ફુંકાવાની પ્રબળ લાલસા ધરાવનારા તત્વો અને સંગઠનોના કરતુતો ઉઘાડા પાડવા હશે તો દેશભરની એજન્સીઓ અને રાજ્યભરની પોલીસ કમર કસીને ગુનાના મૂળ સુધી પહોંચવા મચી પડી છે.

Most Popular

To Top