Vadodara

અકોટામાં રહેતા મહિલા ક્રિકેટરના બંધ ઘરમાંથી 7 તોલા દાગીનાની ચોરી

વડોદરા: અકોટા વિસ્તારમાં આવેલી મોટી મસ્જિદ પાસે રહેતા રણજીત ટ્રોફીમાં ક્રિકેટ રમતી મહિલા ક્રિકેટર તરનુમ પઠાણ પોતાના પરિવાર સાથે અજમેર દર્શન માટે ગઇ હતી. તે દરમિયાન રાત્રીના તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના જાળીનો નકૂચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા પુરંતુ મકાનમાં પડેલી અત્યંત કિંમતી વસ્તુઓ ચોરો હાથ પણ અડાવ્યો ન હતો. તસ્કરોએ સીધા તિજોરનું તાળુ તોડીને લોકરમાં મૂકેલા સોનાના દાગીના લઇને તસ્કરો પલાયન થઇ ગયા હતા. અજમરેથી મહિલા ક્રિકેટર સહિતના પરિવાર પરત ઘરે આવતા નકૂચો તૂટેલી હાલતમાં જોઇને ચોકી ગયા હતા.

જેથી પરિવારને ઘરમાં ચોરી થઇ હોવાનું અંદાજ આવી ગયો હતો. જેથી તેઓ તિજોર ચેક કરતા લોકર તૂટેલું હતું અંદર મૂકેલા 6-7 તોલા સોનાના દાગી ગાયબ હતા. જેની જાણ ગોત્રી પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઇને તપાસ હાથ ધરી હતી. ક્રિકેટરના પરિવારના સભ્યે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. અત્ર ઉલ્લેખનીય છે કે પરિવાર બહાર ગયો હતો ત્યારે તેમના મકાનના ઘૂસેલા તસ્કરોએ મકાનમાં પડેલી અત્યંત મોંઘી વસ્તુઓને હાથ સુધ્ધા લગાવ્યો નથી.  ચોરો સીધા તિજોરીને નિશાન બનાવી હતી અને તેમાંથી દાગીના કાઢી લઇને ગયા હતા.

Most Popular

To Top