ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મથુરા(Mathura)માં એક ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 7 એક જ પરિવાર(Family)ના 7 લોકોના મોત(Death) નીપજ્યા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેથી તેઓને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનામાં વૃદ્ધ દંપતીનો એક દીકરો અને 3 વર્ષના પૌત્રની હાલત ગંભીર છે. આ દુર્ઘટના થાણા નૌઝીલ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે(Yamuna Express Way) પર બની હતી. મૃતકોમાં વૃદ્ધ દંપતી, તેમનાં બે દીકરા-વહુઓ અને 6 વર્ષનો પૌત્ર સામેલ છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.
અકસ્માત બાદ વાહન ચાલક ફરાર
આ અકસ્માત પોલીસ સ્ટેશન નૌઝીલ વિસ્તારના માઇલ સ્ટોન 68માં થયો હતો. જ્યાં એક કાર આગરાથી નોઈડા જઈ રહી હતી તે સમયે અન્ય વાહન સાથે અથડાઈ હતી. મળતી માહિતી મુજબ કારમાં 9 લોકો સવાર હતા. મૃતકોમાં બહાદુરપુર ગામનો રહેવાસી લલ્લુ ગૌતમ, તેનો પુત્ર રાજેશ, શ્રી ગોપાલ ગૌતમ, સંજય, સંજયની પત્ની નિશા, લલ્લુની પત્ની ચૂટકી, રાજેશની પત્ની નંદની, સંજયનો પુત્ર ધીરજ અને ક્રિશ એમ 3 મહિલા, 3 પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. જો કે અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
ડ્રાઈવરે ઝોંકુ લેતા અકસ્માત થયો
કારમાં સવાર તમામ હરદોઈના સંદિલા વિસ્તારના રહેવાસી હતા અને નોઈડાના સાદકપુર વિસ્તારમાં રહેતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બધા લગ્નમાં હાજરી આપવા માટે હરદોઈ આવ્યા હતા, અહીંથી પાછા જતી વખતે અકસ્માત થયો હતો. કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. પોલીસને શંકા છે કે ઊંઘના કારણે અકસ્માત થયો હતો. ઝડપભેર આવી રહેલી વેગન આર કાર સામેથી આવતા વાહન સાથે અથડાઈ હતી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે સ્થળ પર અન્ય કોઈ વાહન ન હતું. આ અકસ્માત નૌઝીલ વિસ્તારમાં થયો હતો.
કારને કટર વડે કાપીને ઇજાગ્રસ્તોને બચાવી લેવાયા
પોલીસે જણાવ્યું કે સવારે એક ડ્રાઈવરે ડાયલ-112ને અકસ્માતની જાણ કરી હતી.. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામને ક્ષતિગ્રસ્ત કારમાંથી બહાર કાઢ્યા હતા. અથડામણમાં કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી કારને એક્સપ્રેસ વે પરથી હટાવી હતી. આવી સ્થિતિમાં કારને કટર વડે કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સંઘર્ષમાં ઘાયલો લાંબા સમય સુધી કારમાં ફસાઈ ગયા હતા.
પીએમ મોદી અને સીએમ યોગીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
પોલીસ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં 7 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા. મૃતકોમાં 3 મહિલા, 3 પુરૂષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ પણ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પોતાના ટ્વીટ સંદેશમાં તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલ માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. મથુરાના આ દર્દનાક અકસ્માત પર સીએમ યોગીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને ઘાયલોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.